________________
• આમુખ ૦
વિ. સં. ૨૦૧૮ના પિતાના ચાતુર્માસ દરમ્યાન, પરમ પૂજ્ય પંન્યાસજી ભગવંત શ્રી કનકવિજયજી ગણિવ, ભૂજ (કચ્છ) ખાતે આપેલાં જાહેર વ્યાખ્યાનને સંગ્રહ “સફળતાનાં સોપાન” નામે આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
પાણીના જોરદાર પ્રવાહને ખાળવામાં જે ભાગ પથ્થરની મજબૂત દિવાલ ભજવે છે એ જ ઉપકારક ભાગ આ પુસ્તક આ મહાન દેશમાં બે–રોકટોક ધસી રહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના જોખમી પ્રવાહને ખાળવામાં ભજવશે તેમાં કેઈ શંકા નથી.
જે પ્રજાના જીવનમાં દયા કેન્દ્રસ્થાને હતી, પરેપકાર જેના અંગભૂત હતો, નીતિ અને સદાચાર જેને પ્રાણપ્યારાં હતાં, એજ પ્રજા આજે પિતાના પરમ ઉપકારી પૂર્વમાંથી નિષ્ઠા ઈને તેમજ બહિર્મુખ જીવનને વરેલા આગેવામાં નિષ્ઠા સ્થાપીને દિન-પ્રતિ દિન બેહાલ બનતી જાય છે. દયા, દાન, પરોપકાર, ત્યાગ, નીતિ, સદાચાર એ બધા જીવનવિધાયક ગુણો સાથે તેને સંબંધ હાર્દિક મટીને માત્ર વાચિક બનતું જાય છે, તે સંજોગોમાં પ્રકાશિત થતું આ પુસ્તક, બળબળતા બપોરના હૈયામાં શાન્તિ રેલાવતા સમીર સમું શિતળ પુરવાર થશે તે નિર્વિવાદ હકીક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org