________________
રામરાજય
૧૦:
પ્રજા તરીકેની તમારી જવાબદારી કંઈ નથી. તમારે પણ ભારતીય પ્રજા તરીકે જીવવું પડશે. ભારતીય સંસ્કૃતિને વફાદાર રહેવું પડશે. સ્વાર્થને ગૌણ કરવો પડશે. પરમાર્થમાં પાવરધા બનવું પડશે. પાવરધા બનવું કામચોરી નહિ ચાલે. ગુણર બનશે તે પટકાશે ઉપકારીના ઉપકારને બદલે અપકારથી ન વાળશે. પ્રજા તરીકે તમારું એ કર્તવ્ય છે કે, માર્ગ ચૂકેલા પ્રધાનને સન્માર્ગે વાળવા. પશ્ચિમ મુખી તેમની પ્રવૃત્તિઓને પૂર્વ ભિમુખ બનાવવી. પરિપૂર્ણ જીવનવ્યવસ્થાના મૂળ ધામરૂપ ભાસ્તના જ આગેવાન રાજપુરુષે, પરદેશમાં જીવનવ્યવ સ્થાના પાઠ ભણવા જાય તે ઘટના ખૂબ જ ખેદજનક છે. તમારે તમારા જીવનના પ્રભાવ દ્વારા ભારતીય જીવન વ્યવસ્થામાં ભારતીય સ્ત્રી પુરુષોને નિષ્ઠાવાન બનાવવા પડશે. અને તેજ તમે રામરાજ્યના આદર્શને મૂર્તિમંત કરી શકશે.
અંગત સ્વાર્થ આડે આંધળા થઈને ભાઈ–ભાઈ વચ્ચેના પવિત્ર સંબંધને પણ ઠેકર મારી દેવાની હદ સુધીની અધમતા પણ જેમને આજે ખટકતી નથી અને જેઓ બેફીકરા થઈને બજારમાં ગપ્પા મારી શકે છે. તેમની આંખ ખેલવાની અપેક્ષાએ પણ તમારે સ્વાર્થ ત્યાગનું શૂરાતન કેળવવું જોઈએ. માનવને ભવ પામ્યા પછી જીવન જે કીડી જેવું છે તે, તે તે ભારે પીછેહઠ ગણાય. પીછેહઠ કરવી જ હોય તે પાપમાં કરે. સ્વાર્થમાં કરે, ભેગમાં કરે, દુર્વિચારમાં કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW