________________
રામરાજ્ય :
૧૬૮:
આજે તમે શ્રીરામ અને સીતાજીને તમારા જીવનને આદર્શ બનાવવાને બદલે સીને નટ–નટી દિલીપકુમાર અને નરગીસને તમારા જીવનને આદર્શ બનાવવામાં ગૌરવ અનુભવે છે તે શું સૂચવે છે? એજ કે જીવનમાં તમે ઉડાઉ બનતા જાઓ છે. એક ભારતીય પ્રજાજન તરીકે તમારે ધર્મ બજાવવાની લાગણી તમારા હૈયામાં રહી નથી. આજે તમારા પગ સીનેમાઘર તરફ જે ઝડપે ઉપડે છે એવી ઝડપે શ્રી જિનેશ્વરદેવના મંદિર તરફ ઉપડે છે ખરા?
ના, નથી ઉપડતા. કારણ કે એ પગ ઉપર પણ કાબુ તે મનને હોય જ છે અને મન જ્યાં સુધી અન્યત્ર રઝળતું હોય ત્યાં સુધી તમને દહેરાસર જવામાં સાથે શી રીતે આપી શકે? પણ યાદ રાખે! તમારી આ વિલાસઘેલછા તમારે નાશ નેંતરશે. સંસ્કાર અને સંસ્કૃતિને નાશ નંતરશે.
જેના જીવનમાં વિલાસભૂખ વધે છે તે નથી કુળ તેમજ ધર્મની મર્યાદાઓ પાળી શક્તો કે નથી ચિત્તની સમતુલા જાળવી શકતે. સમાજની આબરૂને ઠેકરે મારવામાં તે ગૌરવ અનુભવે છે. મનોરંજન કેન્દ્રોના નામે આ દેશમાં જે મનરંજન કેન્દ્રો સ્થપાયાં છે તે બધાં જ ભવ્ય ભારતીય જીવન પરંપરા માટે કતલખાનાં સમાન છે એ ન ભૂલશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org