________________
૧૫૫:
સફળતાનાં સાપાન
અર્થ ? રામરાજ્યને આદશ સ્વીકારી છે. તા એ આદર્શને અનુરૂપ જીવન પણ તમારે કેળવવુ જોઇએ ને? રામના રાજ્યમાં શ્રીમંતા અનેક હતા; પરંતુ ન્યાય—–નીતિ પરાયણ, જ્યારે આજે તે પૈસા ખાતર ન્યાય—નીતિ અને ધર્મ અધાંને ઊંચા મૂકતાં માનવી અચકાતા નથી. પૈસેા હશે તે પાંચમાં પૂછાઈશું'. એવી દલીલ પણ આગળ કરવામાં આવે છે. જેના પૂર્વજોએ કદી પણ પૈસાની પૂજા કરી નહેાતી તેના જ તમે વારસદાર છે એ તેા જાણે! છે ને ? અને છતાં શું આજે તમને ન્યાય–નીતિ કરતાં પણ વધુ વહાલા પૈસેા લાગે છે કે જેની ખાતર તમે દેવ-ગુરુ તેમજ ધર્મોને પણ ઊંચે મૂકી રહ્યા છે!
જગડુશાહ, પેથડશાહ, ભામાશાહ વગેરેનાં નામ લેતાં તમે ગૌરવ અનુભવેા છે અને છતાં તેમના સ્વાર્થ ત્યાગ અને પરમાને અપનાવવાની કેાઈ તૈયારી બતાવતા નથી એ કાંના ન્યાય ? એના અથ તેા એ થાય કે જગડુશાહ વગેરેનાં નામ તમે તેમના આદર્શ પ્રત્યેના આદરભાવથી નહિ; પરંતુ એમનુ અને અમારૂં કુળ, દેશ, ધમ વગેરે એકજ છે એવા અહુના પાષણ માટે જ લઈ રહ્યા છે. ઉપકારક આદર્શ કરતાંય સવાયે જો તમે તમારા સ્વાને ગણશે! તે તમે આ દેશમાં રામરાજ્યની હવા પેદા નહિ કરી શકો, બલ્કે હરામરાજ્યની હવાને વધુ વેગ આપનારા પુરવાર થશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org