________________
૧૫૩:
સફળતાનાં સોપાન:
v
=
=
અને આજે તમે પણ તમારે ધર્મ બજાવવામાં અનેક રીતે ઢીલા પડતા જાઓ છે! ભર બજારે મળી જતા અમલદારને પ્રણામ કરતાં તમે સંકેચ નથી અનુભવતા, જ્યારે ત્યાગી મહાત્માને પંચાંગ નમસ્કાર કરતાં તમે ખેંચ અનુભવતા હો છે. મતલબ કે ભારતીય મહાપ્રજાના જ તમે સાચા વારસદાર છે એ હકીકત તમારા હૈિયામાં સ્થિર થઈ લાગતી નથી. નહિતર મજાલ શી છે આ દેશના પ્રધાનની કે જે તમારા પરંપરાગત હિત અને હેતુઓની ઉપેક્ષા કરી શકે. ભારતીય જીવનના મૌલિક સૂત્રોને છેહ દઈ શકે. રામરાજ્યના નામે હરામરાજ્યની હવા નિર્માણ કરી શકે?
રામચંદ્રજીના લગ્નમહોત્સવમાં આનંદપૂર્વક ભાગ લઈ રહેલી પ્રજાને વળતી સવારે સમાચાર મળે છે કે રામચંદ્રજી વનવાસ જાય છે. ત્યારે આખી પ્રજા રામચંદ્રજીની સાથે વનમાં જવા તૈયાર થાય છે. કહે ! આવું કયારે બને? રાજાના હૈયામાં સાચે પ્રજાપ્રેમ હોય ત્યારે જ ને? હાદાની મોટાઈ એના ઠાઠમાઠના પ્રદર્શનમાં નથી, પરંતુ એ હોદ્દો ભેગવનારના દિલની મોટાઈ ઉપર છે. સાથે બે–ચાર એ. ડી. સી. તેમજ બેડીગાર્ડ રાખીને ભેળી પ્રજાને આંજવાથી, પ્રજા તેમજ પ્રધાને ઉભય પતનના ભાગી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org