________________
૧૧૩:
સફળતાના પાટે: આવી નેધ માટે જરૂરી જીવનજાગૃતિ આજે તમે અનુભવી રહ્યા છે ખરા? પારકી પંચાતમાં તમને રસ છે, તેટલે પરહિતચિંતામાં છે ખરો?
આજની આ અશાન્તિ, માનવ-પ્રાણીઓનું સત્યાનાશ વાળી નાખશે.” એ વિચાર તમને ત્યારે જ બરાબર સ્પર્શી શકશે જ્યારે તમારા દિલમાં સાચો વિશ્વને જન્મશે. ધર્મના સનેહીને વિશ્વસ્નેહના પાઠ ભણાવવા નથી પડતા. માછલીને તરતાં શિખવાડવું ન પડે તેમ ધર્મપ્રેમી આત્માને વિશ્વસ્નેહનું શિક્ષણ આપવું ન પડે.
વિશ્વની શાતિને, વ્યક્તિના જીવનની શાન્તિ સાથે સંબંધ છે, જીવનની શાન્તિને, સંતોષ સાથે સંબંધ છે. સંતોષને સાચી સમજણની સાથે સંબંધ છે. પારકી મેટર જોઈને જે તમારા મનની શાન્તિ-સહેજ પણ ચલિત થતી હોય તે તમારે સ્વીકારી લેવું જોઈએ કે એ મેટર તરફ તમે સાચી નજરે નહિ, પરંતુ ઈર્ષાની કે અસંતોષની નજરે જોયું છે.
શાન્ત જળાશયમાં એક નાનો કાંકરો તરંગમાળા ઊભી કરી દે છે, તેમ શાન્ત જીવનમાં અસંતોષજન્ય વિચાર ભારે ખળભળાટ પેદા કરી મૂકે છે. એ ખળભબાટના કારણે વિવેકરૂપી દિપક ડોલવા માંડે છે અને માનવીને પોતાની જાત ઉપર કાબુ ઢીલો પડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org