________________
થઈ બામણવાડાથી તેઓશ્રી વૈ. સુદિ અક્ષય તૃતીયાના પુણ્ય દિવસે પધાર્યા ત્યાં તેઓશ્રીની શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી કિરણરેખાશ્રીજીના વર્ષીતપનું પારણું થયા બાદ તેઓશ્રીએ સપરિવાર કચ્છ તરફ વિહાર લંબાવ્યું, ને તેઓશ્રી પાલણપુર, ભીલડીયાજી, રાધનપુર થઈ કછમાં પધાર્યા. ભદ્રશ્વરજી તીર્થની યાત્રા કરી ભુજના સંઘની વિનંતિથી તે ચાતુમાસાર્થે ભુજમાં તેઓશ્રી પધાર્યા.
ભુજના ચાતુર્માસમાં અપૂર્વ આરાધના
ભુજમાં પૂ પાદ પંન્યાસજી મહારાજશ્રીનાં ચાતુ મસથી શ્રી સંઘમાં અપૂર્વ જાગૃતિ આવી, શ્રી અચલગચ૭ શ્રી તપાગચ્છ ને શ્રી ખરતગચ્છ, નાની પક્ષ, છકેરી, મોટી પક્ષ, એ રીતે બધા ગચ્છના ભાઈ-બહેને નિયમિત પૂ. મહારાજશ્રીનાં પ્રવચને સાંભળતા હતા. દરરોજ સવારના ધાર્મિક પ્રવચને ન વંડામાં વિશાલ હેલમાં નિયમિત થતા હતા. તે દર રવિવારે તેઓશ્રીનાં જાહેર પ્રવચને પણ થતા હતાં જેમાં પૂજ્યપાદશ્રી, દાન, દયા, તપ, ત્યાગ, ઔચિત્ય, ઔદાર્ય, પરોપકાર તથા સત્ય, સંયમ, પાપભીરુતા, દમ, વૈરાગ્ય, તિતીક્ષા, ઈત્યાદિ જીવનની ઉન્નતિના પ્રેરક માનવતામૂલક મંગલ તને ઉબેધક સદુપદેશ પિતાની મૃદુ, મધુર ધીર, ગંભીરને શાંતસ્વસ્થ શૈલીમાં એજસ્વી તથા ભાવવાહી વાણીમાં આપતા હતા, પૂ. પાદશ્રીનાં દર રવિવારના જાહેર પ્રવચને સાંભળવા માનવ મહેરામણ ઉલટતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org