SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. અતીતનાં અજવાળાં દાર્શનિક ચર્ચાઓને પ્રારંભ કર્યો. પરંતુ ગોપબળે સંસ્કૃત ભાષામાં કરાયેલ દાર્શનિક ચર્ચા સમજી ન શક્યા. એમણે કહ્યું : તમે ભણેલા-ગણેલા નથી, ખેટે બકવાસ બંધ કરે. હવે આ વૃદ્ધ બાવાજીને પણ બોલવા દો.” વૃદ્ધવાદી સમયના જાણકાર એક અનુભવી સાધક હતા. તેઓ ગોવાળિયાઓની ભાષામાં નાટકીય રીતે ઊંચા અવાજે ગાવા માંડ્યા : नवि मारोई नवि चोरीई परदारा गमन न कीजई ।। थोडास्युं थाडं दीजई तउ टगिमगि सग्गि जाइई ॥ ગાઈ શકાય તેવા પ્રકારના આ ઉપદેશથી ગોવાળો ખૂબ જ આનંદિત થયા અને એમણે પિતાને નિર્ણય આપે કે સિદ્ધસેન હાર્યા છે અને વૃદ્ધવાદી જીત્યા છે. - સિદ્ધસેને પિતાની પ્રતિજ્ઞા મુજબ વૃદ્ધવાદીનું શિષ્યત્વ સ્વીકાર્યું. એમનું નામ આચાર્ય દેવે કુમુદચંદ્ર રાખ્યું. જૈન સાહિત્યને એમણે ગહન અભ્યાસ કર્યો. આચાર્ય વૃદ્ધવાદીએ સર્વગુણસંપન્ન જાણીને કુમુદચંદ્રને આચાયાપદ અર્પણ કર્યું. તથા એમનું પ્રસિદ્ધ નામ આચાર્ય સિદ્ધસેન રાખવામાં આવ્યું. એક વખત આચાર્ય સિદ્ધસેન ઉજજૈનમાં બિરાજમાન હતા. ત્યારે રાજા વિક્રમાદિત્યે એમની પરીક્ષા કરવા માટે એમને મનોમન જ નમસ્કાર કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy