SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મહામત્રી રાફાલ 13 આંખામાંથી અશ્રુ વહાવતાં શ્રિયકે સ્વીકૃતિસૂચક મસ્તક હલાવ્યું. મહાઅમાત્ય શકટાલ મને મન જ બધાની ક્ષમાયાચના કરી, વીતરાગ ભગવાનને નમન કર્યાં. અને પ્રસન્ન મનથી રાજસભામાં પહોંચ્યા. રાજની પેઠે જ શ્રિયક રાજાના અંગરક્ષકના સ્થાન પર નિયુક્ત હતા. મહામત્રીને જોતાં જ રાજાની ભ્રમરો ખેચાઈ ગઈ. મહામ ત્રીએ નમન કરવા માટે માથું નમાવ્યું ત્યાં જ તાતી તલવાર એમની ગરદન પર પડી. એક જ ઝટકે મસ્તક ધડથી અલગ થઈ ગયું. લાહીની નદી વહી ગઈ. ચારે તરફ હાહાકાર મચી ગયા. પુત્રના હાથે પિતાની હત્યા ! લેાકેા દિગ્મૂઢ બનીને જોતા.. જ રહી ગયા. રાજાએ એકીટશે શ્રિયક તરફ જોઈ રહેતાં તે આ શે। અન્યાય કરી નાંખ્યા, કેણે કહ્યું કરવા માટે ’ હતુ ‘રાજન્! મને એવા પિતા ન જોઈએ જે રાજદ્રોહ કરતા હાય. હું રાનના ભક્ત છું. જે રાજાને શત્રુ તે મારે શત્રુ. પછી ભલે તે પિતા હાય અથવા ભાઈ, તેની અંતિમ દશા આ જ થાય.' શ્રિયકને તેજસ્વી અને રણકતે! સ્વર સભામાં એક ખૂણેથી ખીજા ખૂણા સુધી ગુંજી રહ્યો હતા પરંતુ તેના આંતરમનમાં તે ભયકર હાહાકાર મચી રહ્યો હતો. મનમાં રાન્ન પ્રત્યે ધૃણા હતી પરંતુ ઉપર ઉપરથી સ્વામિભક્તિના મધુર સ્વર ઊઠતા હતા. Jain Education International C કહ્યું : અરે! તને આ કાર્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy