SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ લિગમના આધ પ ઘાસ ઝડપથી :ચરતા હતા. આટલું બધુ ખાવાનુ હાવા છતાં, તેનુ પેટ અને કમર એક થઈ ગયાં હતાં. બધું ભ્રાસ તે ભૂખ્યો હતા તે આશ્રયની વાત હતી. ખાઈ જવા છતાં અર્જુનને દક્ષિણ દિશામાં મેાકલવામાં આવ્યા. એમણે જોયું તે એક તરત વિયાયેલી ગાય પોતાની નવજાત વાછરડીના આંચળ ધાવી રહી હતી. પોતાની જ વાછરડીને ધાવતી ગાયને જોઈ ને અર્જુન ચકિત થઈ ગયા. નકુળને પશ્ચિમ દિશામાં મેાકલવામાં આવ્યા. તેઓ એ તરફ આગળ વધતા હતા ત્યાં જ એકાએક તેમના પગ અટકી ગયા. એમણે જોયું કે એક આસોપલાવની ડાળે એક પિ ંજરું લટકતું હતું. એપિંજરુ સાનાનું બનાવેલું હતુ અને એમાં હીરા, પન્ના, માણેક, મેાતી વગેર ઝવેરાત મઢેલ હતું. એપિંજરમાં એક કાગડા બેઠા હતા અને રાજહંસ તાકરની પેઠે તેની સેવા-ચાકરી કરી રહ્યો હતો. સહદેવને ઉત્તરમાં જવાનું સૂચન મળ્યું હતું. તે તે ઉત્તર દિશામાં પોતાને મા કાપતા હતા. રસ્તામાં એક જગ્યાએ તેમની આંખા આશ્ચર્યથી પહેાળી થઈ ગઈ. ત્યાં એક-બીજાને અડકીને ત્રણ કુંડ આવેલા હતા. એક કુંડ વચ્ચે હતા અને એ કુંડ આજુબાજુ આવેલા હતા. આજુબાજુના કુંડામાં પાણીનાં માજા ઊછળતાં હતાં, અને એ મોજાને લીધે એક કુ ંડનું પાણી ઊછળીને ખીજા કુંડમાં પડતું હતું પરંતુ વચ્ચેના કુંડમાં એક ટીપુ પણ પડતુ ન હતુ. તે ખાલી જ રહેતા હતા. ચારે ભાઇ એ યુધિષ્ઠિર પાસે આવી પહોંચ્યા અને એમને પોતાની આથ કથની સંભળાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy