________________
સાચો કલાકાર
રાજા નંદ પિતાના રથિકની કલા પર અને કૌશલ્ય પર પ્રસન્ન થઈ ગયા અને તેને કહ્યું : “તારે જે જોઈએ તે માગ. રથિક કેશાના મનહર રૂપ પાછળ પાગલ થઈ ગયો હતો. પરંતુ તેને ખબર હતી કે કેશા તે રાજમાન્ય હતી. રાજાની આજ્ઞા વિના તે કોઈની સામે પણ જોતી નહોતી. રથિકે નંદને નમ્રતાથી કહ્યું કે “હું એક વખત કેશાને મળવા માગું છું.'
રાજાએ સહર્ષ તેની માગણી સ્વીકારી લીધી. અને કશા પર તે મુજબ સંદેશ મોકલી દીધો.
રથિક બનીઠનીને કોશાને મહેલે પહોંચ્યો. કેશા વિમાસણમાં પડી, કારણ તેણે પવિત્ર જીવન વિતાવવાનું નકકી કર્યું હતું. આ તરફ રાજઆજ્ઞા પણ ઉલ્લંઘી શકાય તેમ નહોતી.
રથિક સમક્ષ કોશાએ આચાર્ય સ્થૂલભદ્રના બ્રહ્મચર્યવ્રતની મુક્તકંઠે પ્રશંસા કરવા માંડી, પરંતુ રથિકને એ ન ગમ્યું. તેણે કહ્યું: “ચાલે, પ્રમાદવન( ગૃહદ્યાન)માં જઈ ક્રીડા કરીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org