SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કલ્પસૂત્ર जोगमुवागएणं आहारवक्कंतीए भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिसि गन्मत्ताए वक्कंते ॥२॥ અર્થ તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીષ્મકાળના ચેથા મહિને અને આઠમા પક્ષે અર્થાત અષાડ સુદ ૬ ના દિવસે મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી કે જ્યાં વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે ત્યાંથી પિતાના આયુષ્ય, ભવ અને રિથતિનો ક્ષય થતાં ઍવીને આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં, આ અવસર્પિણી કાળમાં કે જ્યારે સુષમસુષમ, સુષમ, સુષમદુષમ, નામના આરા પસાર થઈ ચૂક્યા હતા અને દુષમ-સુષમ નામને ચૂંથો આરો પણ મુખ્યપણે સમાપ્ત થઈ ગયો હતો, અર્થાત એક કડાઝેડ સાગરોપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછી પ્રમાણુવાળા દુષમ-સુષમ નામના આરાને ઘણે ભાગ વીતી ગયો હતો, માત્ર પંચોતેર વર્ષ ને સાડાઆઠ માસ શેષ રહ્યા હતા ત્યારે પૂર્વે ઈસ્લાક કુળમાં જન્મ ગ્રહણ કરેલા અને કાશ્યપગેત્રીય એકવીસ તીર્થંકર થઈ ગયા હતા અને હરિવંશ કુળમાં જન્મ પામેલા ગૌતમ ગોત્રવાળા બે તીર્થકર પણ થઈ ચૂક્યા એટલે કે આ રીતે ત્રેવીસ તીર્થંકર થઈ ગયા પછી “શ્રમણ ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર થશે’ આ રીતે પૂર્વ તીર્થકર દ્વારા નિર્દિષ્ટ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલ ગેત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણ, તેની પત્ની જાલંધરગેત્રીયા દેવાનંદા બ્રાહ્મણી તેની કુક્ષિમાં અર્ધરાત્રિના સમયે, હસ્તોત્તરા (ઉત્તર ફાલ્ગની) નક્ષત્રની સાથે ચંદ્રમાને યોગ હતો ત્યારે દેવસંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વિવેચનઃ જૈન આગમમાં વીસ કેડા કોડ સાગરોપમ પરિમિત સમયને કાળચક્ર કહેલ છે. તેના બે વિભાગ છે, અવસર્પિણી. અને ઉત્સર્પિણી ૮ દસ ક્રોડાકોડ- સાગરોપમ, પરિમિત તે ઊતરતો કાળ કે જેમાં સમરત પદાર્થોનાં વર્ણાદિ ગુણોની ક્રમશ: હાનિ થાય છે તે અવસર્પિણી છે. ૯ અને દસ ક્રોડાકોડ-સાગરોપમ પરિમિત તે ઉત્ક્રાંતિ કાળ કે જેમાં સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy