________________
૪૦
કલ્પસૂત્ર
દેવશ્રીએ સ્વીકૃતિ પ્રદાન કરી અને તેમણે ઘણા ટૂંકા સમયમાં જ નિ:સ્વાર્થ સેવાભાવે અનુવાદનું કાર્ય સંપન્ન કરી દીધું. મારી માતૃભાષા ગુજરાતી ન હોવાથી અમારા આગ્રહથી જૈન સાહિત્યવિકાસ મંડળના સંચાલક પંડિત સુબેધચંદ્રજી જૈને પહેલેથી છેલ્લે સુધી અવલોકન કર્યું. તથા કોઈ કોઈ સ્થળ ઉપર ભાષાની દીિ પરિમાર્જન પણ કર્યું તથા શ્રી સૌભાગ્યચંદ્ર ગો. તુરખિયાએ પ્રેસમેટરની દષ્ટિથી પાંડુલિપિ તૈયાર કરી. એ રીતે તે બધા વિજ્ઞાન મધુર સહયોગથી અનુવાદનું કાર્ય સંપન્ન થયું. હિંદીના સંસ્કરણમાં અસાવધાનીથી તથા પૂફ સંબંધી કાંઈક ખલનાએ રહી ગઈ હતી તે બધાનું તેમાં પરિમાર્જન કરી દેવામાં આવ્યું તથા એક બે જગ્યાએ કોઈક ભ્રામક વાર્તા હતી તેનું પણ વિવેચન લખીન નિરાકરણ કરી દેવામાં આવેલ છે તેથી હું તેઓ બધાને આભારી છું કે જેમણે મને સનેહથી પરિમાર્જનને માટે પ્રસ્તાવ કે પ્રેરણા આપી હતી.
ગુજરાતી સંસ્કરણને પ્રકાશિત કરવાનું શ્રેય કાંદાવાડી સ્થાનકવાસી જૈન સંઘના અધિકૃત અધિકારીઓનો છે. હું પ્રથમ સર્વ કાંદાવાડી સંઘના પ્રાણસ્વરૂપ અધ્યક્ષ શ્રી ગીરધરલાલ દામોદર દફતરી જે “ગીરધર બાપા”ને નામથી ઓળખાય છે તેમને વિસ્તૃત કરી શકતો નથી કે જે ભલેને તનથી વૃદ્ધ બની ચૂકયા હોય પણ મનથી આજ પણ નવજવાનને પાછળ રાખે છે. જેમના મનમાં આશુ-આણુમાં અપાર જોશ છે. તેમના મનમાં સ્થાનકવાસી જૈન સમાજના ઉત્થાનની મંગલમય ભાવનાર ઉછાળા મારી રહેલ છે. મુંબઈની મહાનગરીમાં પ્રતિવર્ષ સેંકડો ભેસે અને ગાયે કતલખાનામાં જાય છે તેમને અભયદાન દેવા માટે આજ પણ તેઓ યુવકની માફક દઢ સં૫થી કાર્ય કરી રહેલ છે. તે ઉપરાંત કાંદાવાડી સંઘના ઉપાધ્યક્ષ અને મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘના અધ્યક્ષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને કઈ રીતે વિસ્તૃત કરી શકે કે જે મુંબઈના જ નહિ બલ્ક સંપૂર્ણ સ્થાનકવાસી સમાજના મુખ અને મસ્તક બને છે. તેઓશ્રી ગંભીર વિચારક છે. પ્રત્યેક વસ્તુના અંત સુધી પહોંચીને તેના ઉપર ઊંડાણથી ચિતન કરવું તે તેમને સ્વભાવ છે. તેમનો અનુભવ જેટલે ઊંડા છે તેટલી અભિવ્યકિત પણ મધુર છે. મૌલિક સાહિત્ય પ્રત્યે તેમને સ્વાભાવિક અભિરુચિ છે. મેં જાતે જ દેખેલ છે કે અવકાશની ક્ષણોમાં રાસાહિત્યને સ્વાધ્યાય કરતાં ચીમનલાલભાઈનું જીવન આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, રાજનૈતિક બધી દષ્ટિઓથી સભર છે.
સેવા અને સરળતાની જીવતી જાગતી પ્રતિમા, લોકપ્રિય નેતા રવીચંદ્ર સુખલાલ શાહ કે જે મુંબઈના વસ્તુત: અજાતશત્રુ છે. ભાષણ કળા નિષ્ણાત સૌરાષ્ટ્ર કેસરી રમણિકલાલ કસ્તુરચંદ કોઠારી, ઉત્સાહી કાર્યકર્તા સ્નેહમૂર્તિ શ્રી દલીચંદભાઈ, અમૃતલાલ દેસાઈ, ઉદારહૃદયી શ્રી નગીનભાઈ કલ્યાણજી શાહ, કુશળ કાર્યકર શ્રી વાડીભાઈ જેઠાલાલ શાહ પ્રસૃતિ કાંદાવાડી સંઘના આ ઓજસ્વી તેજસ્વી મંત્રી મંડળને પણ ભૂલી શકતો નથી. તેમના સાહિત્યિક પ્રેમના કારણે જ પ્રસ્તુત ગ્રંથ સુધર્માજ્ઞાન મંદિર મારફત પ્રકાશિત થઈ શકેલ છે.
બીજી આવૃતિની બન્ને ભાષાનું સંશોધન કાર્ય પંડિત શ્રી શેભાચન્દ્રજી ભારિલે કરેલ છે.
ગ્રંથને મુદ્રણ કળાની દષ્ટિથી અધિકાધિક સુંદર બનાવવાનું શ્રેય નિ:સ્વાર્થ સેવાભાવી મુદ્રણકળા મર્મજ્ઞ શ્રીનંદલાલભાઈ એમ. દોશીને છે કે જેમણે પોતાના અમૂલ્ય સમયનો ભાગ આપીને ગ્રંથને ઘણું જ શીધ્ર સુંદર અને ચિત્તાકર્ષક છપાવવાનું કાર્ય કરી દીધેલ છે કે જેમની બહુમૂલ્ય સેવા સદા સ્મૃતિપટ ઉપર ચમકશે.
આશા છે, એટલું જ નહિ પણ દઢ વિશ્વાસ છે કે હિંદીની માફક ગુજરાતી સંસ્કરણ પણ અધિકાધિક લોકપ્રિય બનશે એવી આશા અને નિશ્ચયની સાથેશ્રી મેઘજી થોભણ જેને
દેવેન્દ્ર મુનિ ધર્મસ્થાનક : ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org