________________
૨૫૯
શિષ્ય સંપદા: આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયંકા સંપદા હતી, અહંત અરિષ્ટનેમિને “નંદ' વગેરે એક લાખ ઓગણસિતેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણે પાસક સંપદા હતી. અહંત અરિષ્ટનેમિને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી. અહંત અરિષ્ટનેમિના સંઘમાં જિન નહિ, પરંતુ જિન સમાન, તથા બધા અક્ષરોના સંગને યથાર્થ જાણનારા એવા ચારસો ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી.
એ જ પ્રમાણે પંદ અવધિજ્ઞાનીઓની, પંદરસે કેવળજ્ઞાનીઓની, પંદરસે વૈક્રિયલબ્ધિધારીઓની, એક હજાર વિપુલમતી મન: પર્યવજ્ઞાનીઓની, આઠસો વાદીઓની અને સોળસો અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
તેમના શ્રમણ સમુદાયમાંથી પંદરસો શ્રમણે સિદ્ધ થયા હતા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ હતી. આ તેમની સિદ્ધિની સંપદા હતી.
મૂહ -
अरहओ णं अरिहनेमिस्स दुविहा अंतकडभूमी होत्था, तं जहा-जुगंतकडभूमी य परियायंतकडभूमी य जाव अट्ठमाओ पुरिसजुगाओजुगंतकडभूमी दुवासपरियाए अंतमकासी॥१६७॥
અર્થ અહંત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતની અર્થાત નિર્વાણ પ્રાપ્ત કરનારાઓની ભૂમિકા બે જાતની હતી. જેમ કે-યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતતિભૂમિ યાવત્ અહંત અરિષ્ટનેમિના પછીના આઠમા યુગપુરૂષ સુધી નિર્વાણને માર્ગ ચાલતો રહ્યો. તે તેમની યુગ-અંતક્તભૂમિ હતી. અહંત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયાને બે વર્ષ પછી કઈ શ્રમણે સર્વ દુઃખને અંત કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું અર્થાત ભગવાનને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે નિર્વાણમાર્ગ શરૂ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org