________________
કલ્પસૂત્ર
આવતા જોઈને તેના મનને મોરલે નાચી ઊઠ. હૃદય-કમળ ખીલી ઊઠયું. હાથકડીઓ અને બેડીઓ ઝણઝણી ઊઠી. તે અનિમેષ- એકીટશે પ્રભુને નિહાળી રહી હતી કે ભગવાન આવ્યા અને જાણે કંઈક જોયું ને તરત જ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે જોઈને તેની આંખે આંસુથી છલકાઈ ગઈ, ગળું સંધાઈ ગયું, હૃદય ભરાઈ ગયું અને સંધાયેલા કંઠથી જ તેણે પિકાર કર્યો-“પ્રભો! આ અભાગણીથી શું એવો અપરાધ થઈ ગયો છે કે કાંઈ પણ લીધા વિના જ એમને એમ પાછા ફરી ગયા? આંખોમાંથી આંસુ ઊભરાતા જોઇને ભગવાન ફરી પાછા ફર્યા અને ચંદનાની આગળ કરપાત્ર ફેલાવી દીધું. ચંદનાએ ભક્તિભાવથી ગદ્દગદ થઈને અડદના બાકળા
હોરાવ્યા. ભીષ્મ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. ૩૧૨ આકાશમાં દેવદુંદુભિ વાગી. પાંચ દિવ્ય પ્રગટ થયાં. ચંદનાનું રૂપ સૌન્દર્ય પહેલાંથી સો ગણું ચમકી ઊઠયું
ભગવાન શ્રી મહાવીર ત્યાંથી પ્રસ્થાન કરી સુમંગળ, સુચ્છતા, પાલક, પ્રભુતિ ક્ષેત્રને પાવન કરતાં ચંપાનગરી પધાર્યા અને ચાતુર્માસિક તપથી આત્માને ભાવિત કરતાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં બારમું વર્ષાવાસ વ્યતીત કર્યું. ૧૩
ભગવાનના તપઃપૂર્ણ જીવનથી પ્રભાવિત થઈને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષે સેવા કરવા માટે આવતા. તેને જોઈને સ્વાતિદત્તને પણ એવો દઢ વિશ્રવાસ થઈ ગયો કે આ દેવાર્ય અવશ્યમેવ કઈ વિશિષ્ટ જ્ઞાની છે, તેણે ભગવાન શ્રી મહાવીર સમક્ષ જિજ્ઞાસા કરી કે “આત્મા શું છે?”
પ્રભુએ સમાધાન કર્યું – જે “હુ' શબ્દના વાચાર્યું છે તે જ
આત્મા છે)
સ્વાતિદરે ફરીને જિજ્ઞાસા રજૂ કરી કે-“આત્માનું સ્વરૂપ અને લક્ષણ શું છે?”
પ્રભુએ સમાધાન કર્યું– “તે અત્યન્ત સૂક્ષ્મ અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેથી રહિત છે તથા ચેતના ગુણથી યુક્ત છે.”
ફરી પ્રશ્ન થયે કે “સૂક્ષ્મ શું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org