SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કલ્પસૂત્ર કિશોર વર્ધમાને તો ડર્યા વિના અને ખંચકાયા વિના તે સર્પને પકડીને એક બાજુ ફેંકી દીધે જ બાળકે ફરી એકઠા થયા અને ખેલ કરીને શરૂ થયો. તે વખતે તેઓ જિંદષક ક્રીડા” રમવા લાગ્યા. તેમાં કોઈ એક વૃક્ષને લક્ષ્ય બનાવીને બધા બાળકો દોડતા. જે સૌથી પ્રથમ વૃક્ષને સ્પર્શ કરી લે તે વિજયી બનતે અને જે પરાજિત થતો તેની પીઠ ઉપર વિજયી બાળક આરૂઢ થતો. તે વખતે તે દેવ પણ કિશોરનું રૂપ ધારણ કરી તે રમતમાં ભળી ગયો. રમતમાં વર્ધમાનની સાથે હારી જનાર તેણે ઉપરના નિયમ પ્રમાણે વર્ધમાનને પીઠ ઉપર બેસાડીને દોડવું શરૂ કર્યું. કિશાર રૂપધારી દેવ દેડતે ઘણે આગળ નીકળી ગયો અને તેણે પિતાનું વિકરાળ સ્વરૂપ બનાવી વર્ધમાનને ડરાવવા પ્રયત્ન કર્યો. જેતજોતામાં જ કિશોરે લાંબા તાડ જેવું ભયંકર પિશાચરૂપ બનાવી દીધું. ૧૭૫ પરંતુ વર્ધમાન તેનું આવું કારસ્તાન જેઈને પણ ગભરાયા નહિ. તેઓ અવિચલિત રહ્યા, અને સાહસ કરીને તેની પીઠ ઉપર એ મુઠીને પ્રહાર કર્યો કે તે દેવતા વેદનાથી રાડ પાડી ઊઠ્યો. તરત જ વિકરાળ પિશાચનું રૂપ સંકોચીને નાને કિશોર બની ગયો. તેને ગર્વ ખંડિત થઈ ગયો. તેણે બાળક વર્ધમાનના પરાક્રમને અપ્રમેય માન્યું અને વંદન કરીને કહ્યું પ્રભો! આપનામાં ઇન્દ્ર દ્વારા પ્રશંસા પામેલ અને વર્ણવેલ શક્તિથી અધિક શક્તિ છે, આપ વીર જ નહિ પણ મહાવીર છે. ૧૬ હું પરીક્ષક બનીને આવ્યો હતો પરંતુ પ્રશંસક બનીને જઈ રહેલ છું.” મહાવીર બાલ્યકાળથી જ વિશિષ્ટ પ્રતિભાના ઘણી હતા. તેમની વીરતા, ધીરતા, યોગ્યતા, અને જ્ઞાન-ગરિમા અપૂર્વ તથા અનેખી હતી. સાગરની માફક ગંભીર પ્રકૃતિ હોવાના કારણે તેમની કુશાગ્રબુદ્ધિ અને ચમત્કારપૂર્ણ પ્રતિભાનું પરિજ્ઞાન માતાપિતાને પણ ન થઈ શક્યું. આઠ વર્ષ પૂરાં થતાં તેમણે બાળક મહાવીરને લેખશાળામાં વિદ્યાધ્યયન માટે મોકલ્યા. મહાવીરની બુદ્ધિ વૈભવ તથા સહજ પ્રતિભાને પરિચય વિદ્યાગુરુ તથા જનતાને કરાવવાની દષ્ટિથી દેવરાજ ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ બનાવીને લેખશાળામાં આવ્યા. તેમણે બાળક મહાવીર પાસે વ્યાકરણ સંબંધી અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy