________________
૧૪૪
કલ્પસૂત્ર
મેરુપર્વતને દબાવ્યા, જેથી સંપૂર્ણ પર્વત ક ંપાયમાન થઈ ગયા,૧૭૧ ઇન્દ્રને પ્રથમ ક્રેાધ આવ્યા પરંતુ જ્યારે તેણે નવજાત બાળકના રૂપમાં અનંતશક્તિ સપન્ન ભગવાનનું જ આ કૃત્ય જાણ્યું ત્યારે તેને ભગવાનની અનંતશક્તિનુ પરિજ્ઞાન થયું, તેણે ક્ષમાયાચના કરી. જન્માત્સવ ઉજવ્યા પછી ફરીને ઇન્દ્રે ભગવાનની માતાની પાસે મૂકી દીધા અને નદીશ્વર દ્વીપમાં અષ્ટાન્તિકા મહાત્સવ કરીને સ્વસ્થાને ગયા.
-
जं स्यणिं च णं समणे भगवं महावीरे जाए तं स्यणिं चणं बहवे वेसमणकुंडधारिणो तिरियजंभगा देवा सिद्धत्थरयभवसि हिरन्नवासं च सुवन्नवासं च रयणवासं च वयरवासं च वत्थवासं च आहरणवासं च पत्तवासं च पुप्फवासं च फलवासं च बीयवासं च मल्लवासं च गंधवासं च वण्णवासं च चुण्णवासं च वसुहारवासं च वासिं ॥ ९५ ॥
અર્થ: જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ધારણ કર્યા તે રાત્રે કુબેરની આજ્ઞામાં રહેલા તિરછા લાકમાં રહેનારા અનેક ભક દેવાએ સિહા રાજાના ભવનમાં ચાંદીની, સાનાની, રત્નાની, હીરાની, વસ્ત્રાની, આભૂષણાની, નાગરવેલના પત્રાની, પુષ્પાની, કળાની, બીજોની, માળાઓની, સુગધિત પદાર્થાની, વિવિધ પ્રકારના રંગાની, સુગંધિત ચર્ચાની અને સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરી,
વિવેચન : ત્રિશલા રાણીએ જ્યારે પુત્રજન્મ આપ્યા ત્યારે સર્વપ્રથમ પ્રિયવંદા નામની દાસીએ રાજા સિદ્ધાર્થની પાસે આવીને પુત્ર જન્મની શુભ વધામણી આપી, તે શુભ વધામણી સાંભળીને રાજા ઘણા જ પ્રસન્ન થયા અને તે પ્રસન્નતાના ઉપલક્ષ્યમાં રાજાને મુગટ સિવાય પેાતાનાં સઘળાં આભૂષણે। ઉતારીને દાસીને પુરસ્કારમાં આપી દીધાં અને તેને દાસીકથી મુક્ત કરીને ઊંચત સન્માનવાળું પદ આપ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org