________________
૧૨૭
સ્વપ્નફળનું કથન तरिया तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता तिसलं खत्तियाणिं gવે વથાની આ ૭૬
અર્થ તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિંહાસન ઉપરથી ઊઠે છે. સિંહાસન પરથી ઊઠીને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદાની પાછળ હતાં ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહે છે, મૂલ્સ :
एवं खलु देवाणुप्पिए! सुविणसत्यंसि बायालीसं सुमिणा जाव एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति ॥ ८॥
અર્થ: હે દેવાનુપ્રિયા! આ પ્રમાણે નિશ્ચયપૂર્વક સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીસ સ્વપ્ન કહેલ છે.-“તીર્થકર, ચક્રવર્તી, માંડલિક રાજા વગેરે જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ત્રીસ મહાસ્વપ્નમાંથી ચૌદ યાવત કઈ પણ એકમહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે, ત્યાં સુધીની સંપૂર્ણ વિગત કે જે સ્વપ્નલક્ષણ પાઠકએ કહેલ હતી તે ત્રિશલા રાણીને કહી સંભળાવે છે અને જણાવે છે કેમૂલ્સ -
इमे य णं तुमे देवाणुप्पिए! चोदस महासुमिणा दिठ्ठा, तं० ओराला णं तुमे जाव जिणे वा तेलोक्कनायए धम्मवरવવવા ૮૧
અર્થ: હે દેવાનુપ્રિયા! તમે જે ચૌદ મહાસ્વપ્ન જોયેલ છે તે અતિશય શ્રેષ્ઠ છે, ત્યાંથી માંડીને તમે ત્રણે લોકના નાયક, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા, જિન બનનારા પુત્રને જન્મ પ્રદાન કરશે. ત્યાં સુધીની સંપૂર્ણ વિગત ત્રિશલા ક્ષત્રિયાણીને સંભળાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org