SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ કલ્પસૂત્ર કરાવવામાં આવ્યું તથા સ્નાન કરતી વખતે ઘણી જાતનાં–સેંકડો કૌતુકો તેના શરીર ઉપર કરવામાં આવ્યાં. કલ્યાણપ્રદ શ્રેષ્ઠ સ્નાન વિધિ પૂર્ણ થતાં રૂવાંદાર, ૫૮ મુલાયમ, સુગંધિત લાલ વસ્ત્ર (અંગછા) થી શરીરને લૂછવામાં આવ્યું. ત્યારબાદ શ્રેષ્ઠ, નવીન અને બહુમૂલ્ય વસ્ત્ર ધારણ કર્યા પ* શરીર ઉપર સરસ સુગંધિત ગશીર્ષ ચંદનનો લેપ કરવામાં આવ્યું. પીઠી ચોળવામાં આવી, પવિત્ર માળા પહેરી, શરીર ઉપર કેશરમિશ્રિત સુગંધિત ચુર્ણને છંટકાવ કર્યો. મણિઓથી જડેલા સેનાનાં આભૂષણ પહેર્યા, અઢાર સરનાં, નવ સરના, ત્રણ સરના અને એક સરના હારે ગળામાં ધારણ કર્યા. લાંબા લટકતા કદરા ધારણ કરીને સુશોભિત લાગવા લાગ્યા અને કંઠને શોભિત કરાવનાર વિવિધ પ્રકારના આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં અંગુઠીઓ પહેરી, રત્નજડિત સેનાનાં કડાંથી અને બાહુબંધથી રાજા સિદ્ધાર્થની બન્ને ભુજાઓ ચમકી ઊઠી. આ રીતે રાજા સિદ્ધાર્થ શરીર સૌંદર્યની અદ્ભુત પ્રભાથી દિવ્ય લાગવા લાગ્યાં. કુંડળ ધારણ કરવાથી તેમનું મુખ ચમકતું હતું અને મુગટ ધારણ કરવાથી મસ્તક તેના પ્રકાશથી ઝગમગ થતું હતું. હૃદય હારોથી ઢંકાઈ જતાં દર્શનીય બની ગયું હતું. વીંટીઓથી આંગળીઓની આભા ચમકી ઊઠી હતી. છેવટે લાંબા લટતાં બહુમૂલ્ય વસ્ત્રનું ઉત્તરાસન ધારણ કર્યું. નિપુણ કળાકારો દ્વારા બનાવેલ વિવિધ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ બહુમૂલ્ય પ્રભા સમાન સુંદર વીરવલ પહેર્યા. વધુ વર્ણન શું કરવું તે એવા દેખાતા હતા જાણે કે સાક્ષાત કલ્પવૃક્ષ જ હોય નહિ! એ રીતે અલંકૃત અને વિભૂષિત થયા. એવા સિદ્ધાર્થ રાજાના શિર ઉપર છત્રધારકોએ કરંટના પુષ્પોની માળાઓ જેમાં લટકી રહેલ હતી તેવું છત્ર ધારણ કર્યું. શ્વેત અને ઉત્તમ ચામરોથી વિંજન કરવામાં આવ્યું. તેમને નિહાળતાં જ જનતાના મુખથી જય થાઓ ય થાઓ” એવી જાતનો મંગળનાદ નીકળવા લાગ્યો. આ પ્રમાણે અલંક્ત થઈને અનેક ગણનાયક (ગણના સ્વામીઓ) દંડનાયકે (તંત્રનું પાલન કરનારા અને પિતાના રાષ્ટ્રની ચિંતા કરનારા) રાઈસરો યુવરાજ) તલવરે (રાજી થઈને રાજાએ જેમને પટ્ટો આપી વિભૂષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy