________________
૧૦૪
કલ્પસૂત્ર
व्वयं कुलवडिंसयं कुलतिलयं कुलकित्तिकरं कुलवित्तिकरं कुलदिणयरं कुलआहारं कुलनंदिकरं कुलजसकरं कुलपायवं कुलविवरणकरं सुकुमालपाणिपायं अहीणसंपुन्नपंचेंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियं सुदंसणं दारयं पयाहिसि
અર્થ: હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્નાં જોયાં છે તે ઉદાર, કલ્યાણકારી, શિવરૂપમંગળરૂપ, શોભાયુક્ત, આરોગ્યપ્રદ, ૧૫ તુષ્ટિપ્રદ, દીર્ધાયુપ્રદ, કલ્યાણપ્રદ સ્વપ્નાં છે. હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થલાભ, ભેગલાભ, પુત્રલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિયા! તમને પૂરેપૂરા નવમાસ અને સાડાસાત અહોરાત્રિ પસાર થતાં આપણા કુળમાં કેતુરૂપ (ધ્વજા સમાન) કુળપ્રદીપ, કુળપર્વત (કુળમાં પર્વત સમાન ઊંચા) કુલાવર્તાસક (મુગટ સમાન) કુલતિલક, કુલકીર્તિકર, કુલવૃત્તિકર, કુલ દિનકર, કુલાધાર, કુળમાં આનંદ પ્રસરાવનાર, કુળને યશ અપાવનાર, કુળપાદર (વૃક્ષ સમાન બધાના આશ્રયદાતા) કુળ વિવર્ધક, સુકોમળ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ (સ્વસ્તિક) વગેરે ૫૫ ચિહ્ન વ્યંજને (મસ, તલ વગેરે) અને ગુણેથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, ૫૧ શોભાયુકત, સર્વાગ સુંદર શરીરવાળા, ચંદ્રસમાન સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ બાળકને જન્મ આપશે, મ0:–
से वि य णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते विच्छिन्नविउलबलवाहणे रज्जवई राया भविस्सइ, तं जहा ओराला गं तुमे जाव दोच्चं पि तच्चं पि अणुव्हइ ॥५४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org