________________
ત્રિશલાનું સ્વપ્ન-દર્શન
અર્થ: ત્યારપછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મી અત્યંત ઉન્નત હિમવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર સંસ્થિત હતી. પ્રશસ્ત રૂપવતી હતી, તેનાં ચરણ યુગલ સારી રીતે સ્થાપન કરેલા સુવર્ણમય કાચબાની જેમ ઉન્નત હતાં. તેના અંગુઠા ઉભરાયેલા અને પુષ્ટ હતા. તેના નખ રંગથી રંગાયેલ ન હોવા છતાં પણ રંજિત લાગતા હતા તથા માંસયુક્ત ઉભરાયેલા, પાતળા ત્રાંબાની માફક લાલ અને સ્નિગ્ધ હતા. તેના હાથ અને પગ કમળ-દળ સમાન કોમળ હતાં. તેની આંગળીઓ પણ સુકોમળ અને શ્રેષ્ઠ હતી, પિંડલી-જાંઘ કુવૃન્દ (નાગરમોથા)ના આવર્ત સમાન અનુક્રમે ગોળ હતી. તેના બન્ને ઘુંટણ શરીર પુષ્ટ હોવાને લીધે બહાર દેખાય નહિ તેવાં હતાં. તેની જાંઘ ઉત્તમ હાથીની સૂંઢની માફક પરિપુષ્ટ હતી. તેની કેડને ભાગ મનોહર અને સુવિસ્તૃત કનકમય કંદરાથી યુક્ત હતો. તેની રોમરાજિ શ્રેષ્ઠ અંજન, ભ્રમર અને મેઘસમૂહ સમાન શ્યામ વર્ણવાળી તથા સરસ, સીધી, ક્રમબદ્ધ, અત્યંત પાતળી, મનોહર પુષ્પાદિની જેમ મૃદુ અને રમણીય હતી, નાભિમંડળના કારણે તેની જાંઘ સરસ, સુન્દર અને વિશાળ હતી. તેની કમર મુઠીમાં આવી જાય એટલી પાતળી અને સુંદર ત્રિવલીથી યુક્ત હતી. તેના અંગોપાંગ અનેકવિધ મ,િ રત્ન, સુવર્ણ તથા વિમલ લાલ સુવર્ણના આભૂષણથી સુશોભિત હતાં. તેનાં સ્તનયુગલ સોનાના કળશની માફક ગોળ અને કઠ્ઠણ હતાં, તથા વક્ષસ્થળ મોતીઓના હારથી અને કંદ પુષ્પમાળાથી દેદીપ્યમાન હતાં. તેના ગળામાં નેત્રોને પ્રિય લાગે એવી જાતના હાર હતા કે જેમાં મોતીઓનાં ઝૂમખાં લટકી રહેલ હતાં. સુવર્ણમાળા તેમ જ મણિસૂત્ર પણ બિરાજી રહેલ હતાં. તેના બને કારમાં ચમકદાર કુંડલ પહેરેલ હતાં અને તે ખભા સુધી લટકતાં હતાં. મુખથી અત્યંત શોભા ગુણને લીધે તે અતીવ સુશાભિત હતી. તેના બન્ને હાથોમાં દેદીપ્યમાન કમળ હતાં, જેમાંથી મકરન્દ ટપકી રહેલ હતું. આનંદને ખાતર વિંજવામાં આવતા પંખાથી સુશોભિત હતી. તેના કેશ-પાશ પૃથક્ પૃથક્ અને ગુચ્છા વગરના તથા કાળા, સઘન, સારી રીતે ચીકણુ અને કમર સુધી લંબાયેલ હતા. તેને નિવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org