________________
૬૮
તીત કર્યું હતું. પ્રાયશ્ચિત્તથી પાપને હળવું કર્યું હતું. ને ત્યાંથી મૃત્યુ પામીને તું શ્રીપાળ થયે અને શ્રીમતીરાણ મયણાસુંદરી થઈ. મુનિને ઉપસર્ગ કરવાથી તમારે આ જન્મમાં દુઃખો ભેગવવાં પડ્યાં. અને શ્રીમતીરાણઃ ધર્મયુક્ત હતી તેથી જન્મથી જ ધર્મ પાળતી હતી. પરંતુ તમારા પ્રત્યે અનુરાગથી તેનાં લગ્ન તમારી સાથે થયાં.
સિંહરાજા તે હું અજિતસેન રાજા થયે. તે સમયે તે મારું રાજ્ય પડાવી લીધું હતું. તેના પરિણામે મેં બાળપણમાં તારું રાજય લઈ લીધું.
હે શ્રીપાળ! આ પ્રકારે જીવે કરેલા શુભાશુભ કર્મને પરિણામે જીવને દુઃખે ભેગવવાં પડે છે.
મુનિના મુખેથી પિતાના પૂર્વભવને જાણીને શ્રીપાળને. વૈરાગ્ય ઉત્પન્ન થયું. તેમણે કહ્યું –
હે મુનિ મહાત્મા! મારામાં હમણાં ચારિત્ર લેવાનું, બળ નથી પણ મને યોગ્ય ધર્મ-આરાધના બતાવે, જેથી અપભવી થાઉં. મુનિએ પણ પિતાના જ્ઞાનબળથી જાણ્યું. અને સૂચવ્યું કે હે શ્રીપાળ! તારું ભેગકર્મ બાકી હેવાથી, તે આ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ કરી શકીશ નહિ, પણ નવપદજીની ઉત્તમ પ્રકારે આરાધના કરવાથી અનુક્રમે નવમ. ભવે મોક્ષ પામીશ.
આ કથનનું શ્રવણ કરીને શ્રીપાળ અત્યંત પ્રસન્ન. થયા. પરિભ્રમણથી મુક્તિ મળશે તેવું નિશ્ચિત વચન સુથીને. તેઓ વિશેષ ધર્મપરાયણ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org