________________
३४
ભેટણ લઈને આવવા લાગ્યા.
આમ શ્રીપાળને જાણે ચારે બાજુથી લમીની પધરામાણી થતી હોય તેમ સંપત્તિ ઊભરાવા લાગી. જો કે હજી આ તે પ્રારંભ હતે. ભવિષ્યમાં શ્રીપાળને માટે શ્રી અને કન્યાઓ આતુરતાથી રાહ જોતી હતી. શુભ મુહૂર્ત વિવિધ વાજિંત્રેના નાદથી આકાશ ગાજી ઊઠયું. સેંકડે વહાણના સઢ છૂટયા અને તે સૌની સાગર-સફરને પ્રારંભ થયો.
સમય તે વહેતું જ રહે છે. ધવળનાં વહાણે સકુશળ રત્નદ્વીપ બંદરે પહોંચ્યાં. માલની લેવડદેવડ કરવા, તથા અનાજ-પાણી પુરવઠા મેળવવા શેઠે સૌને આદેશ આપ્યા. શ્રીપાળ અને મદનમંજૂષા
રત્નદ્વીપના રાજાને કઈ દૈવી સંકેત મળ્યું હતું, કે તેમની રાજકન્યાના લગ્ન ભગવાન શ્રી કષભદેવના મંદિરના દરવાજા ખોલનાર પરાક્રમી પુરુષ સાથે થશે.
શ્રીપાળકુવર ગાનુયોગ આ મંદિર પાસે આવ્યા અને દરવાજા ખૂલી ગયા. આથી રાજા તેમને અત્યંત આદરપૂર્વક રાજમહેલે લઈ ગયા.
રાજાના આદેશથી આખું નગર લગ્નોત્સવમાં ફેરવાઈ ગયું. અને શ્રીપાળ તથા મદનમંજૂષા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. વિધાતાએ જાણે જુગતે જોડી કરી આપી હેય!
અત્યંત સુખમાં દિવસો પસાર થતા હતા, પણ શ્રી પાળ પિતાની ધર્મભાવનામાં હંમેશાં તત્પર રહ્યા હતા. વળી તે સમયે ચૈત્ર માસની આયંબિલની ઓળીના દિવસો આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org