________________
૩૩
બંને બળિયા બંધનમાં નત મસ્તકે ઊભા હતા.
શ્રીપાળના આદેશથી બનેને બંધનમુક્ત કરવામાં આવ્યા.
શ્રીપાળનું આવું પરાક્રમ જેઈ, લાચાર થઈ, ધવળશેઠે આપત્તિથી છૂટવા જે સંપત્તિ આપવાનું શ્રીપાળને વચન આપ્યું હતું, તે પ્રમાણે શ્રીપાળને ભાગે બસો પચાસ વહાણે માલસામાન સહિત સુપ્રત કર્યા. શ્રીપાળ અને મદનસેન
શ્રીપાળના પરાક્રમથી પ્રભાવિત થયેલા રાજાએ શ્રીપાળકુંવરનું અતિબહુમાન કરી તેને પિતાના મહેલમાં લઈ ગયા. કુંવરનું પ્રભુત્વ જ એવું હતું કે ક્ષણમાત્રમાં સૌને પ્રિયતા થઈ જતી
બબ્બરકેટના મહાકાળ રાજાને મદનસેના નામની કન્યા હતી. કેમ જાણે વિધાતાએ તેને માટે જ કન્યા ઘડી હોય, તેમ રાજાએ શ્રીપાળને કન્યારત્ન સ્વીકારવા વિનંતી કરી. અને અત્યંત ધામધુમથી લગ્નોત્સવ ઊજવ્યો કન્યાદાનમાં અઢળક સંપત્તિ અને દાસદાસીઓને સમુદાય આપે.
શ્રીપાળ અને મદનસેના સુખમાં સમય વિતાવતાં હતાં. ત્યાં ધવળશેઠે કુવરને આગળ પ્રવાસ ખેડવાની વિનંતી કરી.
શ્રીપાળે પણ તેને ઉચિત માની મહાકાળ રાજાની રજા માગી. વિદાયની સર્વ તૈયારી કરી. રાજાએ પુનઃ અનેક ગણ સામગ્રી પુત્રીને આપી અને એક મોટું શેભાયમાન જહાજ તૈયાર કરાવ્યું. નગરજને પણ અનેક પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org