________________
૨૯ ઊભું થયું હોય તેવું લાગતું હતું - શુભ મુહૂર્ત વહાણેના પ્રસ્થાન માટે ધવળશેઠના મુખ્ય સાત માળવાળા વહાણની તેપના ધડાકાથી ઊપડવાને સૌને આદેશ મળે. દરેક વહાણની તે પણ તે સમયે પણ ધણી ઊઠી.
નાવિકોએ લંગ છોડ્યા. હલેસાં માર્યા. પણ આ શું? એક પણ વહાણ એક તસુ પણ ખસે નહિ! ત્યારે તે કાળની પ્રણાલિ પ્રમાણે વળશેઠને વિધર્મ સૂઝયો કે કઈ સશક્ત પુરુષનું બલિદાન આપવું. આમ વિચારી તેણે સૈનિકને સૂચના આપી કે કઈ પરાક્રમી સશક્ત પુરુષને પકડી લાવે. તેને દરિયાઈ દેવને ભેગ આપીએ તે વહાણ ચાલવા લાગે. ધવળશેઠની આજ્ઞા પ્રમાણે સૈનિકો દરિયાકિનારે ફરતા હતા ત્યાં શ્રીપાળને ભેટ થયે.
સૈનિકે પિતાના બળના ભસે શ્રીપાળને બાવડું પકડીને ખેંચવા માંડયા. જેમ વહાણ તસુ ખસ્યાં નહિ તેમ શ્રીપાળ પણ તસુ ખસ્યા નહિ. ધવળને આ સમાચાર મળ્યા. તેણે મોટું લશકર મેલ્યું. સૈનિકોએ શ્રીપાળ પર શો છોડવા માંડ્યા, પણ...
આ શું?
બધાં શસ્ત્ર જાણે શ્રીપાળને નમન કરતાં હોય તેમ શરીરને સ્પશીને ધરતીને ખેળે પોઢી જતાં. એ જ શોને ઢગલે જાણે શ્રીપાળનું રક્ષણ કરવા કોટની જેમ ઊભે છે. સૈનિકે આગળ વધી શકે તેમ ન હતા. શ્રીપાળના શરણ સિવાય તેમનું મરણ સાક્ષાત્ હાજર હતું. અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org