________________
૨૮ બે વિદ્યાઓ આપી.
૧. જલતરણી,
૨. શસ્ત્રહરણી. ત્યાર પછી તે વિદ્યાધર મેગી અને શ્રીપાળ આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં તેમણે એક ધાતુરવાદી પુરુષને સુવર્ણ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ કરતાં જોયે. ઘણા પરિશ્રમ પછી પણ તેનું કાર્ય સિદ્ધ થતું ન હતું, તે શ્રીપાળની સહાયથી સિદ્ધ થયું. તે ધાતુરવાદી પુરુષે શ્રીપાળના કપડાને છેડે થોડુંક સુવર્ણ બાંધી આપ્યું.
ભવિષ્યમાં જેની જરૂર પડવાની છે, તેવી સામગ્રીઓ પુણ્યવંતા શ્રીપાળને સ્વયં શોધીને આવતી હતી. શ્રીપાળ જગલ, નદી, પર્વત જેવાં સ્થાનેને વટાવી ભરૂચ નગરે પહોંચ્યા. ત્યાં તેમણે સેનાનાં માદળિયાં કરાવી તેમાં પેલી વિદ્યાના મંત્રે મૂકી હાથે બાંધી લીધા. ધવળશેઠને મેળાપ
તે સમયે એવું બન્યું કે એ બંદરે ધવળ નામનો કૌશાંબી નગરીને અતિ ધનાઢય ગૃહસ્થ વ્યાપારાર્થે આવ્યું હતું. સમુદ્રમાર્ગે પ્રવાસ કરીને દેશવિદેશમાં વ્યાપાર કરી ઘનમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાવાળા તે ધવળશેઠે સેંકડે વહાણે તૈયાર કરાવ્યાં, અને તેમાં કીમતી માલ ભરી દીધે, વળી સેંકડે અનુચર દ્વારા મુસાફરીની સુવ્ય-વસ્થા ગોઠવી દીધી
એક એક વહાણની શોભા, તેમાં ભરાયેલે કીમતી માલ. સેંકડે માનવને સમૂહ જાણે દરિયામાં એક નગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org