________________
ર૪
તેમના કર્ણપ્રદેશે સ્પર્યા. અરે, આ શું સાંભળું છું?
“જમાઈ !” “જમાઈ !” “જમાઈ ! પરાક્રમી પુરુષે પિતાના ગુણ-પરાક્રમથી ઓળખાય, અને હું તે અહીં જમાઈ તરીકે પ્રસિદ્ધ થાઉં છું. રાજાના રાજ્યમાં સર્વ પ્રકારનું સુખ હોવા છતાં શ્રીપાળનું હૃદય વ્યથાથી ઊભરાઈ ગયું. રે માનવમન ! કશું જ બદલાવા ન છતાં મન કેવું કારણ શોધીને ક્ષણમાત્રમાં વ્યથિત થઈ જાય છે!
તે દેશકાળે અને આજે પણ પુરુષપ્રધાન સંસ્કૃતિનું પરિબળ પરાક્રમી પુરુષમાં આ વિચાર ઉદભવે તે સામાન્ય વ્યવહાર છે.
વનકીડાએ નીકળેલા શ્રીપાળ આજે હતોત્સાહી હેવાથી શીઘ્રતાથી પાછા ફર્યા. પ્રથમ તેમને પ્રજા પાળ રાજાએ જોયા, અને તેમના મુખ પરને વિષાદ પારખી ગયા અને પૂછવા લાગ્યા :
“હે રાજકુમાર ! તમે આજે કેમ ઉદાસ છે? તમને કેણે દુભગ્યા છે? અથવા તમને તમારા રાજ્યની યાદ આવે છે? જે તે પાછું મેળવવાની ચાહના હોય તે તમને પરાક્રમી સૈન્ય સજજ કરી આપું. જે તમને કેઈએ દુભવ્યા હોય તે તેને દંડ કરું !'
શ્રીપાળ કહે, “હે પિતા! પરાક્રમી પુરુષ તે પિતાના બળથી કાર્યસિદ્ધિ કરે છે. તમે મારા પર ઘણે ઉપકાર કર્યો છે પણ હવે મને રજા આપ. હું દેશવિદેશ ફરીશ અને કાર્યસિદ્ધિ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org