________________
સાંભળીને અત્યંત સુખી થઈ. સામાન્યપણે સંસારને પ્રવાહ આ પ્રમાણે વહેતે હેય છે. જી પળમાં સુખ અને પળમાં દુઃખ અનુભવે છે.
બંને માતાઓ અન્ય પરિચય પામીને તથા ધર્મપરાયણ વર-વહુને જોઈને આનંદ અનુભવવા લાગી. રૂપસુંદરીન પૂછવાથી કમળપ્રભા રાણીએ પિતાની અને શ્રીપાળની સર્વ હકીક્ત જણાવી. તે કમળપ્રભાના દુઃખથી દ્રવિત થઈ. છેવટે બને વિચારવા લાગ્યા કે શુભાશુભ કમને આ કે અકળ ચક્રાવે છે. જીવે છાને ખૂણે કરેલા પિતાના કર્મને વિપાક થતાં તે ભેગવવાં જ પડે છે.
કમળપ્રભાને મુખે જમાઈ શ્રીપાળના કુળવંશની ઉત્તમતા જાણી રૂપસુંદરી અત્યંત પ્રસન્ન થઈ. કમળપ્રભાએ કહ્યું કે આ સુખના દિવસેને સર્વ યશ પુત્રવધૂ મયણને છે. તે અમારા પુણ્યયેગે જ અમારાં દુઃખ દૂર કરવા જન્મી અને અમને પુત્રવધૂ તરીકે મળી છે.
રૂપસુંદરી પણ પિતાની પુત્રીના સતીત્વ અને શીલની પ્રશંસાથી હર્ષ પામી. અને કહેવા લાગી, “મયણાને આ રાજકુમાર પતિરૂપે મળે તેથી તે ભાગ્યવાન છે.” આમ અનેક પ્રકારને સંવાદ કરી રૂપસુંદરી પ્રસન્નચિત્તે પિતાના ભાઈ પુણ્યપાળને નિવાસે પહોંચી અને સઉલ્લાસ સર્વ હકીક્ત કહી સંભળાવી. પુણ્યપાળ સર્વ વિગત સાંભળી પ્રસન્નતા પામે.
વળી પુણ્યપણે વિચાર્યું કે ભલે મયણાનાં લગ્ન કે અશુભ મુહૂર્ત થયાં પણ હવે તે તેમને સમાન ‘પૂર્વક અહીં લાવવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org