________________
૧૫
ભાવે અને ઉચ્ચ પ્રકારે કરી હતી. તે સમયના તેમના નિર્મળ ભાવના નિમિત્તથી નવપદજીને પ્રક્ષાલન કરેલું હરણ અન્ય સાત કેઢિયાને લગાવવાથી તેઓ પણ નિરોગી થયા હતા.
અહીં એક પ્રશ્ન થશે કે નવ જ દિવસના નવપદના આરાધન માત્રથી જે આ દુઃસાધ્ય રોગ નાશ પામી ગયું હતું, તે આજે ઘણુ તપસ્વીઓ આવી તપશ્ચર્યા કરે છે છતાં આવું શીધ્ર પરિણામ કેમ જણાતું નથી ? તેના ઉત્તરમાં એમ સમજવાનું છે કે જેને સન્માર્ગે જવા માટે ઉત્કૃષ્ટ દષ્ટાંતથી બેધ આપવામાં આવી હોય છે. વળી આવી આરાધનામાં દરેકની શ્રદ્ધા, ભાવ અને મનની નિર્મળતા વિશેષ કાર્ય કરે છે. સાધકની, સાધ્યની અને સાધનની શુદ્ધિ, ત્રણેની એકતાથી કાર્ય શીઘતાથી સિદ્ધ થાય છે. શ્રીપાળ અને મયણાની શ્રદ્ધા, અનન્ય ભાવ, અત્યંત નિર્મળતા, અને ચિત્ત નવપદને ધ્યાનમાં લીન ઘવાથી પરિણામ શીવ્રતાને પામ્યું હતું.
આથી જેન – દર્શનકારે કહે છે કે સમકિતની પ્રાપ્તિ પછી જ વ્રત-તપ સાચાં કરે છે, અર્થાત્ કર્મના નાશનું કારણ બને છે. મિથ્યાદર્શન કે મિથ્યાભાવને કારણે કરેલાં વ્રતાદિ આરાધનાનું ફળ જે ત્યારે શુભ ભાવના હોય તે શુભ બંધનું કારણ બને છે પણ કર્મનાશનું કારણ બનતું નથી. સત્ પુરુષને બતાવેલાં સાધને – ભાગ શુદ્ધ છે, પરંતુ મિથ્યા દેવને લીધે તે શીવ્રતાથી ફળદાયી થતાં નથી, સમ્યમ્ દષ્ટિ આત્માને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org