________________
ક્યાય એટલે જીવના પરિણામની ચિકાશ કે મલિનતા છે. જેમ તેલ મર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચિકાશને કારણે તેના શરીર પર ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મ રજ ચોંટે છે. તેની નીચેના પ્રકારો પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે.
ક્રોધ, મન, માયા, લોભ ચાર, ચાર પ્રકારે છે.
૧. અનંતાનુબંધી
અપ્રત્યાખાનિય
૩. પ્રત્યાખાનિય
૪. સંજવલન
અનંત સંસારની વૃધ્ધિ કરે. જીવન પર્યંત રહે. નરક ગતિમાં લઇ જાય. સમકિતની પ્રાપ્તિ થવા ન દે.
એક વરસ રહે, તિર્યંચ ગતિમાં લઇ જાય, દેવિતિ ગુણને રોકે છે. વ્રતાદિમાં અંતરાય
થાય.
Jain Education International
ચાર માસ રહે, મનુષ્ય જન્મ મળે. સર્વ વિરતિ ગુણને બાધક છે.
પંદર દિવસ રહે, દેવલોકમાં લઈ જાય, યથાખ્યાત ચારિત્રને રોકે છે.
અર્થાત્ કષાયો જેમ જેમ મંદ થાય તેમ તેમ ઉચી ગતિનું અનુસંધાન જાણવું. કષાયોના હોવાથી દેવગતિ મળે તેમ નહિ, પણ કષાયો એટલા મંદ થવાથી જીવના અધ્યવસાય શુભપણે વર્તે તેથી સારી ગતિ મળે તેમ સમજવું.
કર્મનું વિશેષ સ્વરૂપ નવતત્ત્વના સંક્ષિપ્ત પરિચયમાં આવ્યું છે.
શકિત કરતાંય પવિત્રતા મહત્વની છે. કિત તો રાવણમાં કર્યાં ઓછી હતી ? પણ પવિત્રતા ન હતી.
એટલે શકિત મારક નીવડી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
75