________________
યોનિમાં કે સ્થાનમાં તો તેને હતાહિત વિચારવાનો અવકાશ નથી પણ આ માનવદેહ. ઈન્દ્રિયની ક્ષમતા, બુધ્ધિબળ, ધર્મદેશનાના યોગ, સત્શાસ્ત્રની પ્રાપ્તિ, જિનભક્તિ, ગુરૂનીનિશ્રા, વળી કંઇક સાધન સંપન્નતા વગેરે મળવા છતાં, શા માટે સાચા સુખના સાધનની સામગ્રીને સાધતો નથી ?
હે ચેતના ! એકવાર તારા નિધાનને જો, ન જણાય તો સદ્ગુરુ પાસેથી તેની ગુરૂચાવી મેળવી લે. અંતરર્મુખ થવાનો પ્રયાસ કર તો તારું પરમ નિધાન જરૂર પ્રગટ થશે. સંસારમાં તો તું અનાદિ કાળથી ડૂબકીઓ મારતો જ આવ્યો છું. એકવાર તારા અંતરમાં ડુબકી લગાવ, તે પળે તને જે સુખ મળશે તે અનન્ય અને અદ્ભૂત હશે. એ સુખના અનુભવ થવા માત્રથી જગતના સર્વ આર્ષણો સહજે છુટી થશે.
"કવણ નર કનકમિંગ છોડી
ભૃગ સંગ્રહે
કવણ કુંજર તજી કરહ લેવે-.
વણ બેસે તજી ક્લ્પતરૂ બાઉલે
તુજ વિના અવર સુર કોણ સેવે ?
છતાં હે જીવ ! જો આ જન્મમાં તને તારું હિત ન જ રૂચે તો પછી સમજી લેજે કે:
“પરમ નિધાન પ્રગટ મુખ આગળે
જયોતિ વિના જૂઓ જગદિશની
જગત ઉલ્લંઘી હો જાય જિનેશ્વર
અંધો અંધ પલાય જિનેશ્વર”
હે ભવ્યાત્મા ! તુ વિચાર કે તારે ધર્મનો મર્મ પામવો છે કે કર્મની પરવશતા પામવી છે ! નિર્ણય કરવાને તું સ્વતંત્ર છું ! તે માટે હવે કર્મના પ્રકારો પણ જાણી લેવા જરૂરી છે. જેથી જીવ હિતાહિતનો નિર્ણય કરી લે. ૪. આત્મા અને કર્મનો સંયોગ *
પરમસુખમય, સચનંદમય આત્મસ્વરૂપને સમજયા પછી આપણને પ્રશ્ન થાય કે જો આત્મા શુધ્ધ અને પરમસુખમય તત્ત્વ છે તો પછી આ વિશ્વમાં જણાતી વિચિત્રતા અને વિવિધતાનું કારણ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org