________________ મનુષ્યના જન્મમરણ મનુષ્યના ક્ષેત્રમાં થાય છે. વળી આરા (કાળના પરિવર્તન) પ્રમાણે આ ક્ષેત્રમાં ઘણી વિચિત્રતાઓ હોય છે. કર્મભૂમિ | ભરત ઐરવત મહાવિદેહ જંબુદ્વીપમાં ધાતકીખંડમાં | 2 પુષ્કરાઈટ્રીપમાં 2 15 કર્મભૂમિ કુલ (2) અકર્મભૂમિ : (યુગલિક ભૂમિ) કર્મભૂમિમાં મનુષ્યને કર્મ પ્રવૃત્તિઓ કરવી પડે છે. અકર્મભૂમિમાં મનુષ્યને કર્મ પ્રવૃત્તિ કરવી પડતી નથી. અહીં અસિ, મસિ કે કૃષિનું પ્રયોજન નથી. અહી રહેતા મનુષ્યો “યુગલિક' કહેવાય છે. તેમની ખાવા પીવાની સર્વ જરૂરિયાતો કલ્પવૃક્ષ દ્વારા પૂરી થાય છે. આ કલ્પવૃક્ષ દેવતાઓથી અધિષ્ઠિત અને રક્ષિત હોય છે. અંતરીપમાં આ પ્રમાણે યુગલિકોનો વાસ હોય છે. કર્મભૂમિના મનુષ્યોને દુઃખમિશ્રિત સુખ કે વિશેષ દુ:ખ હોય છે. પરંતુ મનુષ્યો આધ્યાત્મિક પ્રગતિ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે આ યુગલિક માનવોને અકર્મભૂમિમાં મોક્ષ પ્રાપ્તિના સાધનો કે સંયમ ઉપલબ્ધ નથી. તેઓનું જીવન ભલે સરળ અને ઘણા પાપારંભ વગરનું છે. તેઓ પૂર્વકૃત પુણ્ય ભોગવે છે. પણ સંયમ પાળી મોક્ષે જઈ શક્તા નથી. અહીં ધર્મ, કર્મ કે રાજયાદિની વ્યવસ્થા નથી. અકર્મભૂમિ | હિમવંત હિરણ્યવંત હરિવર્ષ રમક દેવકૂરુ | ઉત્તરક્સ જંબુદ્વીપ | 1 ધાતકીખંડ પુષ્કરાઈ કુલ કુલ 30 એકર્મભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org