________________ સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ છે એકેન્દ્રિય તથા બે ઈન્દ્રિય જીવો પોતાના દેહની ઉત્પત્તિને લાયક સંયોગો થતાં અર્થાત પોતાની સ્વજાતિની આસપાસ ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિય જીવો સ્વજાતિના જીવોના મળ વિષ્ટા વગેરેમાંથી ઉત્પતૃ થાય છે. (છાણ જેવા પ્રકારો) ચાર ઈન્દ્રિયવાળા જીવો સ્વજાતિની લાળ કે મળ, વગેરે માંથી ઉત્પન્ન થાય છે. આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અને અપર્યાપ્તા હોય છે. મનુષ્યલોકની બહાર મોટા કદવાળા. વધુ આયુષ્યવાળા અને પર્યાપ્તા સંમુશ્કેિમ જીવો હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો ગર્ભજ અને સંમૂર્છાિમ બે પ્રકારે હોય. આ બંને સંમૂર્છાિમ જીવો મળ મૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે. માટે તે તે પ્રકારની ક્રિયામાં ઉપયોગ રાખવાથી તેની હિંસાથી બચી શકાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના જન્મના પ્રકાર ત્રણ (3) છે. (1) અંડજ (2) જરાપુજ (3) પોતજ (1) અંડજ છે જે જીવો જન્મ પૂર્વે ઇંડારૂપે હોય, પછી અમુક સમયે ઇંડાનુ સેવન થયા પછી જન્મ લે. ચલી કબૂતર, મોર, ગરોળી વગેરે. (2) જરાયુજ છે જે જીવો જન્મ પૂર્વે ઓરમાં વિંટળાયેલા હોય, મનુષ્ય, બકરી, વાછરડું વગેરે. (3) પોતજ છે. જે જીવો સીધા બચ્ચારૂપે જન્મે. હાથીનું બચ્ચું વગેરે. - આધુનિક યુગના વિજ્ઞાન અને બુધ્ધિજીવીઓએ પ્રસિદ્ધ કર્યું છે કે ઇંડા વનસ્પતિની જેમ શાકાહારી ખાઈ શકે, કારણ કે બધાં જ ઇંડામાંથી બચ્ચું પેદા થતું નથી. વળી મરઘી ઉછેર સાથે કૃત્રિમ ઇંડા પેદા કરવાની અમાનુષી શોધ થઇ છે. તેમાં તો બગ્સ પેદા થવાની શક્યતા નથી તેવી પ્રસિધ્ધિ કરી. તેવા ઇંડાને અહિંસક પદાર્થ માનવા અને મનાવવામાં આવે છે. બૌદ્ધિક સ્તરે પણ આ વિધાન હાસ્યાસ્પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 47