SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મકાન પર reseaહડતાળ હાલતળw તેઓ શૂન્યગૃહોમાં ઉદ્યાનમાં, જીર્ણ દેવાલયોમાં કે અરણ્યમાં રહેતા. આત્મસંશોધનમાં ખોવાઈ જતા. સમાધિનું સુખ માણતા. ભગવાન મહાવીરને જીવનનું મૂલ્ય અમૂલ્ય હતું. સાથે સાથે જગતના જીવોનું તૃણ જેવું ઋણ પણ ખપતું ન હતું. તેમને આપવું હતું, લેવું ન હતું, આથી તો પાંચ સંકલ્પ કરી બેઠા. અપ્રીતિ દ્વારા કોઈ જીવ દુભાય નહિ. વાણીનો વ્યપન કર્યો, મૌન રહ્યા. ઉપકરણોનો ત્યાગ થતાં કરપાત્રી થયા. ધ્યાનદશા એ જ એમના જીવનનો મર્મ હતો, જીવોએ તેમની મુદ્રા મઢી પણ ધ્યાનને તો ગોપવી દીધું. મુદ્રા ભરાવીને મૂકવી સુલભ છે પણ જાતે મુદ્રિત થઈ જવું કેટલું કઠણ છે ? મનિપણે વિહરવામાં ગૃહસ્થના કોઈ વિનયવિધિ કરવામાં ઔચિત્ય ન હોય છતાં જીવો પ્રત્યે વાત્સલ્યનો એમનો અભિગમ અખંડ હતો. મહાવીર ઋણમુક્ત રહ્યા ભગવાનના દીક્ષાકાળના એ પ્રારંભના દિવસો હતા. ભગવાન ધ્યાનમુદ્રામાં રહ્યા હતા. ત્યાં કોઈ ગોવાળ પોતાના બળદો ત્યાં મૂકી ગયો અને કહેતો ગયો કે આ બળદો સાચવજે. પોતાનું કામ પતાવીને તે પાછો આવ્યો, ત્યારે ત્યાં બળદો ન જોતાં, બૂમો મારીને પૂછવા લાગ્યો. ભગવાનના મૌનથી થાકીને તે દૂર સુધી બળદોને શોધવા નીકળી ગયો, પણ બળદો મળ્યા નહિ તેથી પાછો આવ્યો, પણ આ શું? બળદો તો ભગવાનની આસપાસ શાંતિથી બેઠા હતા. ગોવાળ સમજ્યો કે આ માણસે મને હેરાન કર્યો છે, અને તે અત્યંત આવેશમાં આવી ગયો. હાથમાં રહેલું જાડું દોરડું હવામાં ઉછાળી ભગવાન પર ઘા કરવા ગયો, એક ક્ષણની જ વાર હતી ત્યાં તો ભગવાનભક્ત ઇન્દ્રરાજે અવધિજ્ઞાનમાં જોયું કે ભગવાન ક્યાં છે, અને તેમણે આ દૃશ્ય જોઈને તે જ પળે પૃથ્વી પર આવીને ગોવાળન હાથ પકડી લીધો, પણ ભગવાનની કરુણાને કારણે તેને છોડી દીધો. હિતશિક્ષા ૮૫ હennon તમારા તારા તમારા મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy