________________
www
wwwwwwwww
WARRANANLAR
માતાપિતાનું જીવન આનંદથી ગુંજી ઊઠ્યું. વર્ધમાન તો જળકમળવત્ આ સર્વ જોતા હતા. અને અંતરાત્મામાં એક અવાજ ઊઠી જતો. મારો જન્મ શા માટે છે? આ સર્વ શું બની રહ્યું છે? હું ક્યારે મુક્ત થઈશ?
સમયના વહેણ સાથે કન્યા પણ યુવાન થઈ, માતાપિતાએ તેને માટે પણ યોગ્ય પાત્ર શોધી જમાલિ સાથે લગ્ન કર્યા.
આવા પ્રસંગો બનતા જાય છે, અને વર્ધમાનની ઉદાસીનતા ઘેરી થતી જાય છે, તે સર્વમાં મોહની છાયા જુએ છે અને વિચારે છે, કે આ સર્વ જીવો મોહદશાથી કેવી રીતે મુક્ત થાય ! હા, પણ તે પહેલાં તો મારે મુક્ત થવું પડશે. અને આવા ચિંતનમાં વર્ધમાનની નિદ્રા પણ અનિદ્રા બની રહી હતી.
પત્ની અને પુત્રીને સ્નેહથી જુએ છે પણ અંતરમાં અન્યત્વની ભાવના ભરી પડી છે. તેથી વળી જાગૃત થઈ વિચારે છે. અને અંતરમાં વધુ ઊંડા ઊતરે છે. ત્યારે યશોદા મૂંઝાય છે. ત્યારે વર્ધમાન તેને નિર્દોષ નેહથી સમજાવે છે.
“હે દેવી ! આ સંસારના મોહરૂપ ઝંઝાવાતમાં સહુ સપડાયાં છે. અનેકવાર પરિભ્રમણ થવા છતાં જીવોને સાચો માર્ગ મળતો નથી. રાગાદિ ભાવથી દુઃખ પામવા છતાં નિરંતર એ જ ભાવને સેવે છે. જુઓ જગતમાં કેવી વિચિત્રતા છે !'
“જીવો જાણતા નથી કે મૃત્યુ તેમને રોજ પ્રસી રહ્યું છે. જીવનનો મેળો એક દિવસ વીંખાઈ જવાનો છે. આજે ખીલેલાં પુષ્પો કાળક્રમે કરમાઈ જાય છે. ઉદય પામેલો સૂર્ય અસ્ત થાય છે તેમ જીવન પણ મરણથી બંધાયેલું છે.”
હે દેવી ! માટે સમજો કે ગયો સમય આવવાનો નથી. આ ભોગસુખ ક્ષણિક છે. જગતના જીવોની જેમ તમે અને હું પણ આ સંસારમાં જકડાયેલાં રહીશું તો શું થશે ?”
યશોદા જ્ઞાની નથી પણ સમજદાર છે, જ્ઞાની નથી પણ જ્ઞાનીની સહયોગિની છે, તેનામાં પણ જીવનને સમજવાનું ખમીર છે, પતિપરાયણ
૭૨ હિતશિક્ષા
પાડવા
રવાના કરવા
કરતા નવલકથા
અને
અન્ય કાર
-
- -
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org