SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ થયાં છીએ. તારા વિયોગમાં ઝૂરીને મરણ પામશું તો શી ગતિ થશે ? હે વત્સ ! તમે અનેક પ્રકારના ઉદયના કારણભૂત અમારા ગૃહ આવ્યા છો, તે અમારો મહાપુણ્યોદય છે. તમારું અવલોકન કરતાં તૃપ્તિ થતી નથી. હે વત્સ ! અમે જાણીએ છીએ કે તમે જન્મથી વૈરાગી છો. સંસારવાસથી વિરક્ત છો, તમે અમારા પરની અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો. તે તમે દુષ્કર કૃત્ય કર્યું છે. પરંતુ અમને તૃપ્તિ થતી નથી. માટે યશોદા નામની ગુણવાન કન્યા સાથે વિવાહ સંબંધ કરો. વર્ધમાન તો જ્ઞાની હતા, જગતનું સ્વરૂપ જાણતા હતા. જગતના સંબંધોના સ્નેહના તાણાવાણા તેમણે જોયા હતા. અને માતાને સમજાવ્યાં, આશ્વાસન આપ્યું કે તમારી ભાવના પ્રમાણે તમારો પુત્ર આજ્ઞા જાળવશે. સંસારમાં છતાં અસંસારીપણે રહેતાં એને આવડે છે. વર્ધમાનનાં લગ્ન યશોદા સાથે થઈ ગયાં. દેવોએ અને માનવોએ ઉત્સવ માણ્યો. વર્ધમાન ભોગમાં જાગતા હતા. લેપાઈ જવાનો સંભવ ન હતો. યશોદા પણ ગુણવાન જિતશત્રુ અને યશોદયા રાણીનું કન્યારત્ન હતું. વર્ધમાનની વૈરાગીદશાની વાત જાણતી હતી, પણ તેણે વિચાર્યું કે આવો યોગ ક્યાંથી મળે ? વર્ધમાન રાગી નહિ થાય તો તેમની સેવાનો લાભ મળશે. અને તેમને માર્ગે ચાલવાનું સામર્થ્ય મળશે તો જીવન ધન્ય બનશે. ગૃહવાસ છતાં યોગી ગૃહવાસ છતાં યોગી, વન અને મહેલ જેને સમાન, બોલે તો મુખમાંથી અમીરસ ઝરે, મૌન રહે તો વીતરાગતા ઝલકે, આહાર લે તો સંયમની વૃદ્ધિ માટે, આહાર ન લે તો તપની વૃદ્ધિ માટે, આત્મભાવમાં સંતુષ્ટ વર્ધમાનને લગ્ન-જીવન એ પૂર્વનાં ઋણ ચૂકવવાનો સંયોગ હતો. તેઓ સતત જાગૃત હતા. તેથી ભોગ પાછળ તેમની દોડ ન હતી. ગૃહસ્થ જીવનના સુખભોગને પરિણામે નિયમથી જે બને તે પ્રમાણે વર્ધમાન કન્યાના પિતા થયા. વર્ધમાન તો આવા પ્રસંગના દૃષ્ટા હતા. પણ હિતશિક્ષા ૨ ૭૧ નર ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy