________________
અનુભવતા હતા. પાંચમે સ્વપ્ન ત્રિશલારાણીએ પુષ્પમાળા જોઈ. રાજસુખમાં રોજ રોજ પુષ્પમાળા તો કંઠમાં ધારણ થતી. પણ આ પુષ્પમાળા તો જાણે સર્વ ઋતુઓના સારરૂપ વિકસ્વર શ્વેત પુષ્પોમાં જાણે વચમાં લાલ લીલા મણિ મડ્યા હોય, તેવાં પુષ્પો સહિત. અતિ સુગંધમય પુષ્પમાળા જોઈ.
૬. રાણી કહે છે હે નાથ ! છઠ્ઠા સ્વપ્નમાં મેં આશ્ચર્યકારી શીતળ પૂર્ણચંદ્ર જોયો. તે દૂધ જેવો શ્વેત હતો. વિયોગીઓને શોકગ્રસ્ત કરતો, પરંતુ અત્યંત મનોહારી અને સોળે કળાએ પૂર્ણ ચંદ્રને મેં મારા મુખમાં પ્રવેશ કરતો જોયો.
૭. ત્રિશલારાણીએ સાતમે સ્વપ્ન સૂર્ય જોયો. અંધકારને ભેદતો, પ્રકાશને પાથરતો, છતાં શીતળતા આપતો સૂર્ય મેં મારા મુખમાં પ્રવેશતો
જોયો.
S
.
પw
૮. ત્રિશલારાણીએ આઠમે સ્વપ્ન ઘજા જોઈ, પંચરંગી એ ધજા પર સિંહ ચીતરેલો હતો. વાયુથી તે ફરકી રહી હતી.
૯. ત્રિશલા રાણીએ નવમે સ્વપ્ન જળથી સંપૂર્ણ ભરેલો કળશ જોયો. તે શુદ્ધ સુવર્ણમય અને રત્નજડિત હતો. પુષ્પમાળાથી વીંટળાયેલો મંગળને સૂચવનારો હતો.
૧૦. ત્રિશલારાણીએ દશમે સ્વપ્ન સૂર્યનાં કિરણોથી ખીલેલાં કમલોયુક્ત પદ્મસરોવર જોયું.
૧૧. ત્રિશલારાણી એ કહ્યું હે નાથ ! તમે સાંભળો, બારમે સ્વપ્ન મેં તરંગોથી ઊછળતો શ્વેત નીરને ધારણ કરતો ક્ષીરસમુદ્ર મારા મુખમાં પ્રેવશ કરતો જોયો.
૧૨. હે આર્યપુત્ર, બારમે સ્વપ્ન મેં સૂર્યની કાંતિ જેવું વિશાળ વિમાન જોયું. વાજિંત્રોથી ગાજતું દેવતાઓ વડે શોભતું વિમાન મારા મુખમાં પ્રવેશ કરતું જોયું.
૧૩. ત્રિશલા રાણી સ્વપ્નની સૃષ્ટિને સાકાર કરતાં કહેતાં હતાં કે મેં તેરમે સ્વપ્ન અગણિત અનેક પ્રકારનાં વિવિધ રત્નોથી મઢેલો
{ ૫૮ ૪ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org