SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તો તેમાં કોણ કિંચિત્ પણ પ્રતિબંધ કરે ? પ્રાણી એકલો જ જન્મે છે. એકલો જ મૃત્યુ પામે છે, એકલો જ સુખને અનુભવે છે. અને એકલો જ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધનધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓથી પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જુદો) છે, છતાં તેમાં મૂર્નજન વૃથા મોહ રાખે છે. ચરબી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથિ, વિષ્ઠા, અને મૂત્રથી પુરાયેલા આ અશુચિના સ્થાનરૂપ શરીરમાં ક્યો બુદ્ધિમાન પુરુષ મોહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત્ તેનું ગમે તેટલું લાલન-પાલન કર્યું હોય તો પણ તે નાશવંત છે, ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે જેથી પુનઃ મરવું પડે નહીં. મારે અહતપ્રભુનું શરણ હજો, સિદ્ધભગવંતનું શરણ હજો, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણ હજો. મારે માતા, શ્રી જિનધર્મ, પિતા, ગુરુ, સહોદર સાધુઓ અને સાધર્મી મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ જાળવત્ છે. શ્રી ઋષભદેવ વગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તિર્થંકરોને અને બીજા ભરત ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહંતોને હું નમું છું. તીર્થકરોને કરેલો નમસ્કાર પ્રાણીઓને સંસારના છેદને અર્થે અને બોધિના લાભને માટે થાય છે. હું સિદ્ધભગવંતોને નમસ્કાર કરું છું. કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી. હજારો ભવનાં કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યાં છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું. જેઓ સદા ભવચ્છેદમાં ઉદ્યત થઈ પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રતને ધારણ કરે છે. અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલા પાપનો ક્ષણવારમાં નાશ કરે છે. એવાં શીલવ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું. સાવઘ યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપધિને હું માવજીવન મન, વચન, કાયાથી વીસરાવું છું. હું માવજીવન ચતુર્વિધ આહારનો હિતશિક્ષા ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy