SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વળી મળેલા વૈભવ-વિલાસને જો અંત સુધી વળગી રહ્યો, તેની મર્યાદા સમજી ત્યાગ ન કર્યો, તો તેનો અંજામ અત્યંત માઠો આવે છે. સુખ ભોગવતી વખતની સ્થિતિ ભલે રાજામહારાજાની હોય, પણ કર્મફળ ભોગવવાની સ્થિતિ સાતમી નરક જેવી હોય, ત્યાં અહીંની સત્તા કે સામગ્રી કામ લાગતાં નથી. તે તો સ્વપ્નવત બની જાય છે. એ શસ્ત્રો, અસ્ત્રો, સૈન્ય, વૈભવ બધું જ પરાયું બને છે. માટે જીવનની મળેલી પળોને અણમોલ ગણી, સ્વરૂપના સુખ માટે પુરુષાર્થ કરવો ઉચિત છે. કુળમદથી પડ્યા. કંઈ ચઢી શકાય તેવા યોગ મળે બળમદથી ઘેરાઈ ગયા. અને છેવટે સત્તામદના પરિણામે પાતાળમાં પહોંચી ગયા, ભાઈ ! તારામાં આવા ભાવ ઊઠે ત્યારે થોડો ધીરો થજે. નાનક ભવ ઓગણીસ :સાતમી નરકમાં નારક તરીકે ઉત્પન્ન થયો. Movie અહો જીવ ! હસતાં બાંધેલાં કર્મ ભોગવવાની વેળાએ કેવો રાંક બને છે. મોટો માંધાતા પણ ત્યાં મૂંઝાય છે. જે દુઃખનું પૂરું વર્ણન સર્વજ્ઞ પણ કરી શક્યા નથી તે દુઃખો જીવો કેવી રીતે ભોગવતા હશે. ત્યારે તેમના આત્માને કેવી વ્યથા થતી હશે ? તેની કથા જાણો અને વિચારો. ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુ પૂર્ણ કરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ સાતમી નારકનું નામ મહાતમ પ્રભા, (તમઃ તમઃ પ્રભા) તે સાત રાજ પહોળી. વિશ્વના છેલ્લા સ્તરે. અધોલોકમાં છે. અહીં અતિશય અંધકાર છે. ત્યાં ઘુવડની જેમ આ જીવો જોઈ શકતા હશે ? આ જીવોની લેશ્યા સદા અશુભતર હોય છે. તેમના પરિણામ અત્યંત ક્રૂર હોય છે. તેમના શરીરના વર્ણાદિ પણ અત્યંત હલકા અને અશુભ હોય છે. તેમની ચાલ ઊંટ કટતા પણ વાંકી હોય છે. તેમની આકૃતિ ભયાનક હોય છે. તેને જોઈ સામાન્ય જીવો તો છળી જ ઊઠે. તેમનો જન્મ હિતશિક્ષા ૩૭ - - --- -- - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy