SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ C ARAMANMARASSO સતત જેવા શાસ્ત્રોમાં ધ્યાનનાં ગૂઢ રહસ્યો ગર્ભિત છે, તેને સાધના દ્વારા કે સાધન દ્વારા સાધકો સુધી પહોંચાડવાં જોઈએ. ધ્યાન અનેક પ્રકારનાં છે, સાધકોની પોતાની ભૂમિકા પ્રમાણે તે દ્વારા અધ્યાત્મવિકાસ કરી શકે છે. હાલ ધ્યાનને ધ્યાનરૂપે, ઉપયોગની એકાગ્રતા માટે ચિંતનરૂપે કે શુદ્ધિરૂપે ન લેતાં લગભગ ક્રિયાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આથી ધ્યાનયોગી મહાવીરની ધ્યાનદશાને આપણે જાણી ન શક્યા. ભગવાન ચાલતા, ઊઠતા, ઊભા રહેતા ત્યારે તેઓ આત્માકારપણે રહેતા. જેમની મનોવૃત્તિ કેવળ શુદ્ધ આત્મપરિણામે રહેતી એ કારણથી તેઓ મોક્ષ પ્રત્યે અતિ વેગથી જતા હતા. સંસારભાવનું સ્વપ્ન તૂટ્યા વગર આત્મધ્યાનની દશા બનતી નથી. પણ સાધકે એમ વિચારવું કે ધર્મધ્યાન વગર સંસારભાવનું સ્વપ્ન અકબંધ રહે છે, તૂટતું નથી. આર્ત-રૌદ્રધ્યાનથી છૂટી ધર્મધ્યાનમાં પ્રવેશની કડી શુભધ્યાન છે. જેને આપણે જપ કે કાયોત્સર્ગ કહીએ છીએ, કે કોઈ શુદ્ધ અવલંબનનું ચિંતન કહીએ છીએ. વાસ્તવમાં જો તેવા અનુષ્ઠાનમાં ઉપયોગ ઠરતો જ ન હોય, ક્રિયા થતી રહે અને ઉપયોગ તો દોડતો જ રહે તો તે ધર્મક્રિયા હોવા છતાં ધ્યાન તો અશુભ જ રહ્યું. ભાઈમોક્ષ પામવામાં ક્રિયાના ગુણાંક જ્ઞાન અર્થાત્ શુદ્ધ ઉપયોગ સાથે હોય તો મળે છે. ઉપયોગમાં અશુભધારા હોય ને ક્રિયા શુભ હોય તો સાધ્ય સિદ્ધ થતું નથી. ઉપયોગને નિરાવરણ બનાવવા જપ, અને અનુષ્ઠાન છે. જેનો ઉપયોગ નિરાવરણ તેનું જ્ઞાન અને ચારિત્ર નિર્મલ બને છે. માટે ધ્યાનયોગી એવા મહાવીરે મૌન રહીને ધ્યાન દ્વારા જગતને કર્મનો કોયડો ઉકેલવાનો અનુપમ બોધ આપ્યો. મૌન રહો, સંયમ સાધો, જીવનને સહજ બનાવો, અને ધ્યાનને – ઉપયોગને ચેતનામાં ઠરવા દો, ઔષધની સાથે પથ્ય જરૂરી છે, તેમ ઉત્તમ ધ્યાન માટે મૌન, સંયમ એકાંત, જીવનની નિર્દોષતા, અહિંસા, પ્રેમ આદિ જેવાં તત્ત્વો પથ્થરૂપ છે, જીવ એમાં કાયર બને છે, એટલે હિતશિક્ષા જ ૧૭૩ NAMAMANAMANSARDEGRADADOSBARDGARSAS હતા કરતા ના MARMARAMI માતા મહાત તન મન - રાજકજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy