SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ . છે. વડીલોમાં જ્ઞાનવૃદ્ધની મર્યાદા આવી ગઈ છે. ભગવાનના અહિંસા, મૈત્રી, પ્રેમ, કરુણા શું કહે છે? સૌને સુખ આપવામાં તમારું સુખ વૃદ્ધિ પામે છે. સ્વાર્થબુદ્ધિ ઘટે સુખ વૃદ્ધિ પામે. આટલું વિચારો. વયે નાનાઓ પ્રત્યે વાત્સલ્ય વડીલો પ્રત્યે આદરભાવ સમવયસ્ક સાથે મૈત્રીભાવ સાધુજનો પ્રત્યે સેવાભાવ પ્રભુ પ્રત્યે ભક્તિભાવ પ્રભુએ જે આપ્યું છે તેને આવા ઉત્તમ ભાવો વડે ઝીલો. માનવજીવનમાં જો આવા ભાવો વિકાસ પામે તો ઉપરના સ્વર્ગની અભિલાષા કરવાની નહિ રહે. સંભવ છે કે મુક્તિનો માર્ગ પણ એવા જ ભાવથી થતી શુદ્ધિથી પ્રાપ્ત થાય. પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો શે વાળું બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વાળું. હે ઇન્દ્ર ! સૃષ્ટિ નિયમથી ચાલે છે શક્રેન્દ્ર ભગવાનના દીક્ષાકાળના પ્રારંભમાં ભગવાનની સેવામાં રહેવાની વિનંતી કરી હતી. ત્યારે તેમને ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિએ એમ કરવા પ્રેર્યા હતા. ત્યાર પછી બીજા પ્રસંગે ઇન્દ્રરાજે ભગવાનને વિનંતી કરી હતી, એ દિવસમાં ભગવાનના નિર્વાણની ક્ષણો ગણાતી હતી. તે સમયે શક્રેન્દ્રના જ્ઞાનમાં એક ઘટના પ્રતિબિંબિત થઈ, કે ભગવાનના નિર્વાણ સમયની પળો ભાવિના શાસન માટે અમંગલ છે. તેથી તેઓ વ્યથિત થઈ ગયા. ત્યાં વળી તેમના ચિત્તમાં કંઈક પ્રકાશ પડ્યો કે આ તો ફક્ત એક નિમેષમાત્રના સમય નિર્ગમનની ૧૬૦ ૪ હિતશિક્ષા - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy