SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુએ પોતાના સાધના કાળમાં કરેલું તપ સર્વોચ્ચ કોટિનું હતું. તેનું હાર્દ હતું ઇચ્છાને શાંત કરો, સમતામાં રહો. જે પરિસ્થિતિમાં તમારી કસોટી થાય તેનો સમતાથી સ્વીકાર કરો. જો કે આ કાળમાં યથાશક્તિ તપનું આરાધન થતું રહે છે. તેમાં જેટલી નિર્જરા થાય તેટલો તાત્ત્વિક લાભ છે. જે પોતાનું નથી તેને છોડવું એ જ સુખ છે. એથી તે સાધના બને છે. સંતાપ દૂર રહે છે. પરવસ્તુમાંથી પોતાપણાનું સ્વપ્ન જ્યારે તૂટી જાય છે ત્યારે કોઈ પણ પદાર્થ છોડવામાં જીવને કષ્ટ નથી; પણ તેમાં સુખનો અનુભવ મળે છે. અર્થાત્ દુઃખથી સુખ નથી પણ સુખથી સુખ ઉત્પન્ન થાય છે. પછી ભલે કષ્ટથી સુખ મળ્યું કહેવાય. વાસ્તવમાં ભૌતિક સુખની પ્રાપ્તિના ભોગમાં આત્મ વિસ્મૃતિ તે દુ:ખ હોવાથી ભૌતિક સુખપ્રાપ્તિના સમયે જ દુઃખની પ્રાપ્તિ થાય છે, જ્યારે કાયકલેશમાં કાયાની શુદ્ધિનો ભાવ હોવાથી કષ્ટ છતાં સુખ છે. ભાઈ ! એ સુખ શાશ્વત છે. * હિતશિક્ષા ભગવાન પોતાનાં કર્મોનો કોયડો તો ઉકેલી લેતા હતા. વળી અન્ય જીવો પ્રત્યે કરુણાનો સ્રોત વહાવીને તેનો પણ ઉદ્ધાર કરતાં. આવા અહિંસા, અનુકંપા અને અભયના ઉપાસક મહાવીરના આપણે વારસદારો ક્યાં જઈ રહ્યા છીએ ! તેમણે કહ્યું શું અને આપણે કર્યું શું ? તેમણે આપ્યું શું ? અને આપણે લીધું શું ? દયાદાન કરનારા, જીવદયામાં સહાય કરનારા, લક્ષ્મીની મૂર્છા ઘટાડીને સુકૃત્ય તો કરે છે, પણ સાથેસાથે માનવમાનવ પ્રત્યેનો પ્રેમ સીમાબદ્ધ થતો જાય છે. આજે પત્નીપતિના, માતાપુત્રના પિતાપુત્રના સંબંધોમાં પ્રેમનો પ્રવાહ ઓસરતો જાય છે. ગૃહસ્થ જીવનનો ધર્મ પણ ઝાંખો પડતો જાય છે. સંપ અને સંતોષ વીસરાતાં જાય છે. વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા વડીલો જાણે હવે નકામી વસ્તુ જેવા થઈ ગયા છે. તેમના પ્રત્યે સ્નેહભાવે જોવાનું સંતાનોમાં વીસરાતું જાય હિતશિક્ષા ૪ ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy