SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા કહલાતાના નાના નાના આપીને શ્રતનું ભાજન કર્યો હતો, તું મારા અવર્ણવાદ શા માટે બોલે છે? તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? જાગૃત થા અને સત્યનો સ્વીકાર કર.” જો કે ત્યારે તો તેનામાં વાયુવેગે ઘસી રહેલા ક્રોધે તેને અંધકૂપમાં નાંખી દીધો હતો. આથી તે કંઈ હિત જોઈ શક્યો નહિ. પરંતુ તીર્થંકરનાં વચન વ્યર્થ થતાં નથી. તેનો જીવનદીપ ઓલવાઈ જવાની તૈયારીમાં હતો. અંતિમ દિવસ હતો, ત્યાં પૂર્ણ અમાસના અંધકારમાં છવાયેલા તેના આત્મામાં પ્રભુના આખરના શબ્દોએ તેને જગાડી દીધો. હું સર્વજ્ઞ નથી. ભગવાનની વાણી સત્ય છે.” પછી તો પશ્ચાત્તાપનો અગ્નિ તેને દઝાડી ગયો. અને પાછા વળવાની એક તક મળી. આ હતી પ્રભુની આત્મસંશોધનની પદ્ધતિ, તે સમયના બંધન રહિત મોડેવહેલે કાર્યાન્વિત નીવડે છે. ગોશાળકને જરૂરી હતું તેટલું ભગવાને કહ્યું કે જે વડે તે જાગૃત થઈ શક્યો. અંતિમ પળ સુધરી, પરલોક સુધર્યો. કર્યા કર્મ ભોગવશે. ખરી; પણ ભગવાનના શિષ્યત્વથી અંતે મુક્તિ પામશે. આત્મવિરાધના અને જ્ઞાનનો અપલાપ તેને પરિભ્રમણ કરાવશે. છતાં અંતિમ સમયનું સંશોધન સાર્થક નીવડશે. અરે ! સર્પ જેવા પ્રચંડ દૃષ્ટિવિષ સર્પને પણ આત્મ-સંશોધનનો માર્ગ બતાવી દીધો. તિર્યચપણે સર્પ શું સંશોધન કરે ? છતાં તેણે રાફડામાં મુખ નાંખી અદ્ભુત સંશોધન કર્યું. આત્મઅભિમુખ થયેલો તે ગણતરીના દિવસોમાં દેવલોકમાં વિશ્રામ લઈ કાળક્રમે મુક્ત થશે. અને પેલા શૂલપાણિને પણ પતનથી પાછો વાળ્યો. કષ્ટ પોતે સહ્યું. શીખ તો કંઈ ન આપી. પણ તેમની નિર્ભયતા અને સમતાએ યક્ષને આત્મસંશોધનનું શાસ્ત્ર સમજાવી દીધું. અને ચંદનાની સામે બે હાથ પસારીને તેના હસ્તે ભિક્ષા ગ્રહણ કરી શિક્ષા આપી, આત્મસંશોધનના માર્ગે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ દાસ નથી, કોઈ સ્વામી | હિતશિક્ષા જ ૧૫૫ કહownersonsળwwwાકાર કરવાના કારખાનાના વાત તારા મનની -- કારરરરર રરરર રરરરરર મારા રામ રામ રામ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy