________________
જીવના અસ ્ સંસ્કારો સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરાવશે. શ્રાવિકા જયંતીના પ્રશ્નોનું સમાધાન
ઊંઘવું સારું કે જાગવું ? સબળતા સારી કે દુર્બળતા ?
ઉદ્યમી થવું સારું કે પ્રમાદી ?
પ્રશ્ન તો સામાન્ય લાગે છે. પરંતુ ભગવાને તેના પ્રત્યુત્તરથી અનાગ્રહપણાનું અને સ્યાદ્વાદશૈલીનું પ્રવર્તન કર્યું છે.
ભગવાને કહ્યું :
હે ભદ્રે ! નિદ્રા અને જાગરણ સબળતા અને દુર્બળતા ઉદ્યમી અને પ્રમાદી બંનેનું સારાપણું કે નરસાપણું અપેક્ષિત છે.''
ગુણમાત્ર ગ્રહણ કરવા અને દોષમાત્રને ત્યજી દેવા, એ તો શાસ્ત્રનો સોધ છે. તો પછી ભગવાને બંનેને સારાં કેમ કહ્યાં ?
જયંતીની પ્રશ્નસૂચક દૃષ્ટિનું ભગવાને સમાધાન કર્યું : “ભદ્રે ! કોઈ પણ હકીકતનું સારાપણું કે નરસાપણું જીવોના વ્યક્તિગત વર્તન પર આધારિત છે. એક માટે મનાતો ગુણ અન્ય માટે દુર્ગણ બની જાય છે. એકને માટે મનાતો વ્યવહારધર્મ બીજાને માટે વ્યવહારમાં અધર્મ મનાય છે.’’
નોંધ :- જેમ કે સંસારમાં કેટલાક જીવો કેવળ અધર્મમય જીવન જીવતા હોય હિંસક પ્રવૃત્તિ કરતા હોય, કેવળ વિષયસુખમાં જ રાચતા હોય તો એવા જીવો જાગીને પણ સ્વ-પર અહિત કરી રહ્યા છે, તેમને માટે ઊંઘવું અપેક્ષાએ સારું છે.
સંસારમાં રહેવા છતાં જે જીવો અહિંસાજીવી છે. સંયમી છે, પરોપકાર વૃત્તિવાળા છે, તે જીવો જાગતા સારા છે, જેથી પોતાનું તો હિત કરે છે પણ પરના હિતમાં પણ નિમિત્ત બને છે.
સંસારની પ્રવૃત્તિમાં કેવળ સક્રિય રહેનાર જીવો ઉદ્યમી હોવા છતાં આરંભ અને પરિગ્રહનો જ વધારો કરે છે, તે ઉદ્યમીપણું હિતકર નથી. તે પ્રમાદવશ આરંભ ઓછો કરે તો તેમાં તેમનું હિત છે.
હિતશિક્ષા ૪ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org