SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નાના બાળક નાના તમને સહાયક બનશે. એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા તુજ વિના દેવ દૂજો ન ઈહું તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો કર્મભાર ભ્રમ થકી હું ન બીજું આત્મસંશોધન, પૂર્ણતા પામીને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયું, પછી ભગવાનને સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની સમાનતા હતી. ભગવાન જ્યારે શૂન્યગૃહોમાં એકાંતે એકલા રહેતા, અને કેવળજ્ઞાન પછી ઘણા શિષ્યસમૂહની વચ્ચે રહેવા લાગ્યા ત્યારે પણ એકલા જ હતા. ભગવાન આત્મસંશોધનની સાધનામાં મૌન હતા. પરંતુ જ્યારે તેમને સત્યનું પૂર્ણ દર્શન થયું ત્યારે વાણી જ સત્યરૂપે પ્રગટ થઈ. ભગવાનને મૌન – અમૌન સમાન હતાં. ભગવાન જ્યારે કેવળજ્ઞાનને પામ્યા. પછી તો તીર્થંકર નામકર્મના પુણ્યાતિશયો તેમની છાયા બની ગઈ. દીક્ષાકાળમાં તેમને માટે ઉપસર્ગો આત્મસંશોધનનું સાધન હતું. છતાં ઉપસર્ગ કરનારને તેમની મૌનપણે હિતશિક્ષા મળી રહેતી. ભગવાનના પુણ્યાતિશયોની સાથે સાથે જે જે સંયોગો નિર્માણ થયા તેમાં પણ ભગવાને નિકટવર્તી કે દૂરવર્તી સૌને સમતા સહિત આત્મસંશોધનનો માર્ગ બતાવ્યો. એ કાળે દ્રવ્યથી, ક્ષેત્રોથી અને આસપાસના જીવોથી ભગવાન માટે અનુકૂળ સંયોગો હતા, છતાં ભગવાનની દૃષ્ટિમાં એ જ કરુણા અને વાત્સલ્ય નીખરતાં હતાં. સૌપ્રથમ તેમની પાસે ઇન્દ્રભૂતિ ગૌતમ આવ્યા. ભગવાને પ્રગટાવેલી જ્યોતને જલતી રાખવાની પાત્રતાવાળા ગૌતમને ભગવાને પારખી લીધા, દરેક પ્રસંગે સતત જાગરણની અવસ્થામાં તેમને લઈ જતા. “ગૌતમ, એક ક્ષણનો પ્રમાદ ન કરો.” ગૌતમનો એકાક્ષરી પ્રત્યુત્તર “જી ભંતે.” ભગવાનના વાત્સલ્યનું વહેણ નિરંતર ગૌતમ પ્રત્યે વહેતું. અને ગૌતમનું સમર્પણ સતત પ્રભુના 4 હિતશિક્ષા ૧૪૫ | નાના માનવા કાયદાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy