________________
CONDO OMSDS
બાકુળા મળે છે, ત્યારે પણ તેને ફુરણા થાય છે કે અતિથિને ભિક્ષા આપીને આહાર કરું ! અન્યનું દૃષ્ટાંત આપણને કથન માટે સહેલું લાગે છે. પણ તમે એ સ્થિતિમાં શું કરો, જો કે એવાં આપણાં ભાગ્યે જ નથી કે આવી કસોટીની એરણ પર ચઢીને આપણને કોઈ મહામૂલું જીવન પ્રાપ્ત થઈ શકે, પરંતુ એવી કસોટી આવતાં પહેલાં જ જીવ સત્ત્વ ગુમાવી દે, અને કસોટીએ ચઢવા જેવું થવા ન દે, તેવું કદાચ બને. જે કસોટીએ ચઢ્યા તેમણે પોતાના સન્ત વડે તત્ત્વને પ્રાપ્ત કર્યું.
આ દૃષ્ટાંતનો સાર એ છે કે અશુભના યોગમાં આર્તધ્યાન કરી, તે જ સંયોગને આધીન થઈ તેના જ વિચારમાં ખોવાઈ જઈ અશુભને પાકું ન થવા દો, પણ તેવી પરિસ્થિતિમાં જો કોઈ ઉપાય થઈ શકતો હોય, તો સમતાપૂર્વક ઉપાય યોજવો, જ્યાં ઉપાય જ થઈ શકે તેવું ન હોય, ત્યાં પ્રભુનું સ્મરણ કરી શુભયોગને ઇચ્છવો, તો અશુભ હળવું બને.
પ્રભુના અભિગ્રહનો સંકેત પણ માનવના મનને શુદ્ધ બનાવે તેવો જણાય છે. તે અભિગ્રહમાં રાજકન્યા હોય. દાસી હોય. બેડીથી જકડાયેલી હોય ! અને સજળ નયનોવાળી હોય. ભલા ! આ સંકેતનો મર્મ ઘણો ગૂઢ છે. મુક્તિના પ્રદાનનું એ રહસ્ય છે.
રાજકન્યા હોવી – સંસ્કારે સુયોગ્ય હોવી. દાસી હોવી – તેનામાં નમ્રતા હોવી
બેડીથી જકડાયેલી હોવી – જેને સંસાર બંધનરૂપ છે તેવું ભાન હોવું !
સજળ નયન – જેના હૃદયમાં પ્રભુના દર્શનના વિયોગની ઝૂરણા હોવી.
આવી સત્પાત્રતા હોય અને સતપુરુષનો યોગ મળે ત્યારે તે આત્માને મુક્તિ વરે તે નિઃશંક છે.
સતી ચંદનબાળાને બારણે બારણે પ્રભુ આવી ઊભા છે પારણે.
૧૧૪ ૪ હિતશિક્ષા
પાપ
NODARBONATO CONOSCONOM ICS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org