________________
ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિતો રૂપી દેવોએ વર્ણનરૂપ મેરૂવડે મંથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તુલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વગેરે આ ક્ષીરસાગરને વિષે તરંગોની લીલા ધારણ કરે છે. ભાવાર્થ : સત્પુરુષો રચિત આ ગ્રંથો શાસ્ત્રોનો સમૂહ અને વિસ્તાર કેવો છે ? ક્ષીર સમુદ્ર જેવો ઉજ્જ્વળ છે. સત્પુરુષોએ રચેલા એ શાસ્ત્રોના સિદ્ધાંતો સરૂપ છે. સત્પુરુષોએ અનુભવ વડે મંથન કરીને તેની ગહનતાને પ્રગટ કરી છે. તેમાંથી જે સર્વતોમુખી રહસ્યોરૂપી ધ્વનિ પ્રગટ થયો તે જાણે ક્ષીર સાગરના ઊછળતા તરંગોની લીલા હોય એવા જણાય છે. અર્થાત્ આ અધ્યાત્મશાસ્ત્રોના ગહન અને અમૃતસમાન રહસ્યોનું વર્ણન કેવી રીતે કરવું ? ગૂઢાર્થને પણ જેમણે સ૨ળભાવે પ્રસિદ્ધ કર્યા છે તે અત્યંત પ્રશંસનીય છે.
ધવલ
-
[ ९४३] उद्दामग्रन्थभावप्रथनभवयशः, सञ्चयः सत्कवीनाम् । क्षीराब्धिर्मध्यते यः सहृदयविबुधैः, मेरुणा वर्णनेन ॥ एतड्डिण्डीर पिण्डीभवति विधुरुचेः, मण्डलं विप्लुषस्ताः, ताराः कैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ॥ १० ॥ મૂલાર્થ : સત્કવિઓના ઉંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તા૨વાથી ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિતો રૂપી દેવોએ વર્ણનરૂપ મેરૂવડે મથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તૂલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વિગેરે આ ક્ષીર સાગરને વિષે તરંગોની લીલાને ધારણ કરે છે.
Jain Education International
-
ભાવાર્થ : સત્કવિઓ એટલે ધર્મપ્રધાન કે અધ્યાત્મના રહસ્યોથી ભરેલા છે તેવા ગ્રંથોના, શાસ્ત્રોના તથા ભાવાર્થોના અર્થ કરવામાં તેઓ પ્રસિદ્ધ છે, તે કારણે તેમના યશકીર્તિ ક્ષીરસમુદ્ર જેવી વિશાળ છે. એવા વિવેકવંત સત્કવિઓ-પંડિતોએ શાસ્ત્રો દ્વારા અધ્યાત્મના રસને મથન કરીને પ્રગટ કર્યો છે. તેની સજ્જનો પ્રશંસા કરે છે.
અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org