________________
હૃદયવાળા પુરુષોની કૃપારૂપી પુણ્યની ખ્યાતિરૂપ મોટા પ્રભાવના સ્થાનવાળી દિવ્ય ઔષધી સમીપમાં ન હોય, તો દોષના ઉચ્ચારણરૂપ વિષવાળો અને કોપથી જાજ્વલ્યમાન થયેલો જિદ્વારૂપી સર્પ ખળ પુરુષના મુખરૂપી બિલમાંથી નીકળીને ગુણે પુરુષોના વૃદ્ધિ પામતા કયા ગુણને ક્ષય ન પમાડે ? સર્વ ગુણોને ક્ષય પમાડે.
ભાવાર્થ : કહેવાય છે કે સારા કામમાં સં અંતરાય. તેમ છે ભવ્યાત્મા ! તારા કોઈ અંતરાયકર્મના યોગે તારી અધ્યાત્મ સાધનામાં, જ્ઞાનઆરાધનામાં વિબની સંભાવના છે. આ જગત શત્રુ-મિત્ર, ઉપકારી-અપકારી જેવા પ્રકારોથી વંધાત્મક છે. હર્ષ અને શોક અન્યોન્ય સ્થાન જાળવી રાખે છે. શત્રુ અને મિત્રના ઋણાનુબંધ જોવામાં આવે છે. રૂદન અને આનંદ એક જ આંખના ચમકારા છે. શુકલ અને કૃષ્ણપક્ષની જેમ સજ્જન અને દુર્જનનું હૃદ્ધ પ્રસિદ્ધ
તેથી તે સાધક ! તારા ગુણને પણ દોષરૂપે જોનારા તથા વિષ વમનારા સર્પની જેમ દોષનું જ ઉચ્ચારણ વમનારા દુર્જનો વસે છે. તે કથંચિત ગુણોને હાનિ કરે ! ગ્રંથકાર કહે છે કે ભલે તેઓ પોતાની દુર્જનતાને વમે પરંતુ જો આત્મ સ્વરૂપને જણાવનારા, આત્માદિ અસ્તિત્વને પ્રસિદ્ધિ આપનારાં શાસ્ત્રો, આગમો કે ઉપનિષદનો યથાર્થપણે જાણનારા, શુદ્ધ હૃદયવાળા સજ્જનોની તારા પર કૃપા હશે તો તારા ગુણોની શું હાનિ થાય ? અમૃતની હાજરીમાં વિષનો પ્રયોગ વ્યર્થ જાય છે, તેમ પરોપકારવૃત્તિયુક્ત કલ્યાણકારક પુરુષોના કૃપામૃતની તને થયેલી પ્રાપ્તિ તે દુર્જનોના દોષારોપણના વિષને નષ્ટ કરશે. જો તારી પાસે પુરુષોની કૃપાદૃષ્ટિ ન હોય તો તારા ગુણોને હાનિ પહોંચાડી શકે. [૩૭] ઉત્તાનામાં હતોષથવાતું, નિઃસારતાં નિર,
गम्मीरार्थसमर्थने बत खलाः, काठिन्यदोषं ददुः ॥ तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकाम् ।
स्थित्युच्छेदमतिं हरन्ति नियतां दृष्टा व्यवस्थाः सताम् ॥ ४ ॥ મૂલાર્થ : અહો ! ખળ પુરુષો સુગમ અર્થવાળી વાણીને પોતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org