________________
સજ્જનસ્તુતિ-પ્રશસ્તિ
આખરનો આ અધિકાર સજ્જનોની સ્તુતિ ગુણગાન યુક્ત છે. ગ્રંથકારની વિનમ્રતા છે કે અધ્યાત્મના કઠિન વિષયની રચના પોતે કરી તેની કસોટી સજ્જનોને સોંપી. એ સોંપણીમાં એવો વિશ્વાસ મૂક્યો કે સજ્જનો આ અધ્યાત્મ રસનો આદરપૂર્વક મહિમા કરશે, પ્રસાર કરશે, તેના સૂક્ષ્મ સિદ્ધાંતોને સમજશે. તેથી અન્નજનો પણ પ્રભાવિત થઈ અધ્યાત્મસારને પામવા ઉદ્યમી થશે.
એવા સત્પુરુષોની કૃપાને ઇચ્છતા ગ્રંથકાર કહે છે કે કદાચ થોડા દુર્જનો આ વચનનો સ્વીકાર ન કરે તો મને તેનું શું પ્રયોજન છે ? અથવા મને તેમનો શું ભય છે ? અધ્યાત્મનું અમૃતપાન કરીને સત્પુરુષો સ્વયં પ્રસન્નતા પામે છે. અધ્યાત્મનો રસ સાધકના આત્માને શુદ્ધતામાં પરિપક્વ કરે છે. જેના વડે રાગદ્વેષ અને અજ્ઞાન નાશ પામે છે.
તે સત્પુરૂષો નિઃસ્પૃહતાવાળા અને કરુણાશીલ છે. દુર્જનોની દયનીયદશા જોઈ તેમના નેત્રોમાંથી અશ્રુબિંદુ વહે છે. આ અધ્યાત્મ ૨સ દેવો, દાનવો, અને માનવો સૌને શ્રેયકર્તા થાય તેવી ભાવના કરી હર્ષ પામે છે.
આખરે લઘુતામય વિનયવંત ગ્રંથકાર યશોવિજયજી પોતાના ગુરુવર્ય પંડિત શ્રી નવિજ્યજી મહારાજની ચરણસેવાના ઋણાર્થે ગ્રંથની રચના કરી હોય તેમ પ્રશસ્તિ કરી છે.
-
વિશ્વમાં માનવ સમાજમાં માતા બાળકને જન્મ આપે, ઉછેરે, સંભાળ રાખે, પણ ગુરુજનો તો માનવને સજ્જન તરીકે જન્મ આપે. અને મરણથી મુક્ત થવાનું શિક્ષણ આપે. અધ્યાત્મનું રસપાન કરાવી તેના આત્માને શુદ્ધ અને પુષ્ટ કરે. જેથી તે સાધકાત્મા સંસારના પરિભ્રમણથી મુક્ત થાય.
Jain Education International
૪૪૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org