________________
પ્રસ્તુત ‘જિન સ્તુતિ ચતુર્વિશતિકા' નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વારસામાં મળી છે. જો કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉજ્જ્વલ યશને કરનારી છે એમાં તો કોઈ જાતનો શક નથી.
ઐતિહાસિક આલોચના
પહેલાં હું લખી ગયો છું તેમ શ્રી શોભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની બાબતોમાં અનેક ગ્રંથકારોના મતભેદો છે, તેમાં મુખ્ય આ છે -
મતભેદનું કોષ્ટક
ગ્રંથનું નામ
તિલકમંજરી સ્તુતિ ચતુર્વિશતિકાની ટીકા
પ્રભાવક ચરિત્ર
ઉપદેશપ્રાસાદ
ઉપદેશકલ્પવલ્લિ
સમ્યક્ત્વસપ્તતિકા
આત્મપ્રબોધ
પ્રબંધચિંતામણિ
ગ્રંથકાર
કવિ ધનપાલ
73
પ્રભાચંદ્રસૂરિ
વિજયલક્ષ્મીસૂરિ
Jain Education International
23
''
સંઘતિલકસૂરિ
જિનલાભસૂરિ
મેરૂતુંગસૂરિ
શોભનનું ગામ શોભનના પિતા શોભનના ગુરુ
સર્વદેવ
ધારા
,,
A
ઉજ્જૈન
અવન્તી
વિશાલા
લક્ષ્મીધર
સોમચંદ્ર
સવધર
સર્વદેવ
મહેન્દ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
વર્ધમાનસૂરિ
ઉપર લખેલા આઠ ગ્રંથોમાં શોભનના ગામ વિષે ચાર મત, પિતા વિષે ચાર, અને શોભનના દીક્ષા ગુરુ વિષે ત્રણ મત થવા પામ્યા છે. આમાં કયો મત સાચો ? એ પ્રશ્ન ઘણો ગુંચવણ ભરેલો છે. શ્રીયુત પ્રો. હીરાલાલ આર. કાપડીયાએ ‘શોભનસ્તુતિ’ અને તેની ઘણી ટીકાઓના સંપાદન ઉપરાંત આ ગ્રંથનું ઘણું લાંબું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. લંબાણથી પ્રસ્તાવના લખવા છતાં શોભન મુનિના જીવન વિષે કોઈ પણ જાતનો નિર્ણય તેમણે કર્યો નથી. હું નથી સમજી શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું ? અસ્તુ.
જોકે અત્યારે વિસ્તારથી હું લખવા બેઠો નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થોડી વિચારણા કરવા યત્ન કરૂં છું.
ગામની પરીક્ષા.
ઉપરના કોષ્ઠકથી જણાય છે કે જુદા જુદા ગ્રંથોમાં શોભનના પિતા સર્વદેવની નગરીનાં ધારા,
ઉજ્જયિની, અવન્તી અને વિશાલા એમ ચાર નામો લખ્યાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org